તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત જિલ્લા/તાલુકા પંચાયત, નગરપાલિકાની તા.28મી ફેબ્રુ.-રવિવારના રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વર રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના તમામ તાલુકાઓના ચૂંટણી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સાથોસાથ ઓબ્ઝર્વરએ આર.ઓ. તથા નોડલ ઓફિસરો સાથે બેઠક યોજી શહેર અને જિલ્લામાં ચૂંટણી સંબંધિત કામગીરીની પ્રગતિ અને ચૂંટણી પ્રક્રિયાના સુવ્યવસ્થિત આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરાલયમાં ઓબ્ઝર્વર રાકેશ શંકરે જણાવ્યું કે, કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મતદારોની સલામતીને અનુલક્ષીને સુરક્ષિત રીતે મતદાન કરાવાશે. આરોગ્ય વિભાગ દ્વારા દરેક મતદાનમથકો પર તકેદારીના ભાગરૂપે મતદાતાઓને હેન્ડ ગ્લોવ્ઝ આપીને મતદાન કરાવવાની વ્યવસ્થામાં આવશે. સુરતમહાનગરપાલિકા વિસ્તાર તેમજ તમામ તાલુકામાં રિસીવિંગ અને ડિસ્પેચીંગ સેન્ટર, ચૂંટણી પ્રક્રિયાની તાલીમ, માનવહરોળનું મેનેજમેન્ટ, સ્મુધ એન્ટ્રી અને સ્મુધ એક્ઝિટ અંગેની વ્યવસ્થા પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. તાલુકાઓમાં ઈવીએમ, વાહનો, મટિરીયલ મેનેજમેન્ટ, સ્વીપની કામગીરીની વિગતો મેળવીને ી સૂચનો કર્યા હતાં.
રાકેશ શંકરે ચૂંટણી સાથે સંકળાયેલા સ્ટાફને તાલીમબદ્ધ કરવા આર.ઓ.તાલીમનું નેતૃત્વ કરી પ્રોત્સાહિત કરે એમ જણાવ્યું હતું. મતદારોને યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોવ્ઝ પહેરાવી મતદાન કરાવ્યા બાદ આ બાયોમેડિકલ વેસ્ટને યોગ્ય સ્થળે નિકાલ કરવાની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. તેમણે ચૂંટણીની આચારસંહિતા સહિત કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચૂંટણી અધિકારીઓ, આર.ઓ. અને નોડલ અધિકારીને સુચનો કર્યા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.