બારડોલીમાં ગત દિવસોમાં વિવિધ વિસ્તારોમાં પેધા પડેલા ઘરફોડિયા તસ્કરોનો ઉપદ્રવ કાબૂમાં લેવા બારડોલી પોલીસ ટીમ સાથે જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસ ટીમ જોડાઈ છે. સતત રાત્રી પેટ્રોલિંગ તથા સઘન વાહન ચેકીંગ સાથે શંકાસ્પદ જણાતા રખડતા ઈસમોની પૂછપરછનો દોર શરૂ કરાતા નગરજનોમાં રાહતનો અણસાર જણાઈ રહ્યો છે.
તમામ જંક્શન તથા મહત્વના સ્થળોએ પોલીસ ટીમ તહેનાત
બારડોલી નગરના આંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. પોલીસ પણ લોકોની કટાક્ષનો ભોગ બનવા પામી છે . કારણકે પોલીસ ફરજ બજાવે તો ક્યાં બજાવે દરરોજ તસ્કરોનાં તરખાટની બુમરાણ સાંભળવા મળી છે. ત્યારે બારડોલી પોલીસ મથકના પો. ઇન્સ્પે. એન.એમ પ્રજાપતિ દ્વારા બારડોલી નગરમાં પ્રવેશવાના તમામ જંક્શન તથા મહત્વના સ્થળોએ પોલીસ ટીમ તહેનાત કરવાનો એક્શન પ્લાન બનાવી પગલાં શરૂ કર્યા હતા.
પોલીસનો ચોકી પહેરો શરૂ થતાં લોકોમાં રાહત
સુરત જિલ્લાની સ્પેશીયલ ઓપરેશન પોલીસ ગ્રુપના પી.આઈ. એમ.એમ.ગીલાતર, ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ધડુક, પી.એસ.આઇ કે.આર ચૌધરી, પી.એસ.આઇ દેસાઈ તથા બંને વિભાગોની પોલીસ ટીમ દ્વારા બારડોલી ને સ્ટેશન પોઇન્ટ બનાવી ગતરાત્રીથી કડક બંદોબસ્ત સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.તમામ વિસ્તારો, અવાવરૂ સ્થળો, રેલવે સ્ટેશન અને રેલ્વે લાઇન, હાઇવે જંક્શનો તથા વિવિધ પડાવોનું ચેકિંગ શરૂ કરી શંકાસ્પદ હિલચાલ કરતા વ્યક્તિઓની પોલીસ મથકે પૂછપરછ પણ ચાલુ કરાઈ છે. તેવા સમયે લોકોમાં પણ જાગૃતિ આવતાં વિવિધ સોસાયટીઓમાં ફ્રેન્ડ્સ ઓફ પોલીસ(FOP) ટીમ બનાવી ચોકી પહેરો શરૂ થતા ચોરીની ઘટનાઓ નાથવામાં મોટું પગલું ભર્યુ હોવાનું જાણતા લોકોમાં રાહત અનુભવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.