ધરપકડ:કોસમાડામાં છુપાવેલો લીસ્ટેડ બુટલેગરનો દારૂ પકડાયો

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજના કોસમાડા ગામની સીમમાં આવેલ સહજાનંદ બંગ્લોઝની બાજુમાં આવેલા ખેતરના સેઢા પર પલસાણા તાલુકાના અંત્રોલી ગામના ભરી ફળીયામાં રહેતો લીસ્ટેડ પ્રોહી. બુટલેગર ઇશ્વર રમેશભાઇ વાસફોડીયાનાનો દારૂનો જથ્થો ઉતારેલ છે, તેવી ચોક્કસ હકિકત મળેલ બાતમી વાળી જગ્યાએ બે ઇસમો એક એકસેસ મોપેડ લઇ ઉભેલ હોય, જે પોલીસની રેડ જોઇ મોપેડ મુકી નાસવા લાગતા મોપેડની પાછળ બેસેલ ઇસમને પો.કો.દિપકભાઇ અનીલભાઇ ઓળખી જતા પલસાણા તાલુકાના અંત્રોલી ગામ ભુરી ફળીયામાં રહેતો પ્રકાશ રમેશભાઇ વાસફોડીયા હોય તથા તેની સાથેનો બીજો ઇસમ મોપેડનો ચાલક ઓળખાયેલ નહી અને પકડાયેલ નહીં, આ ખેતરના સેઢા પર આવી જોતા ત્યા એકસેસ મોપેડની બાજુમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બાટલીઓ તથા ટીન બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

વિદેશી દારૂનો જથ્થો લાવી છુપાવનારની આજુબાજુમા તપાસ કરતા દારૂ નાની મોટી બાટલી નંગ- 58 મળી આવેલ નહીં જેથી પકડાયેલ.77,400 તથા જગ્યા પરથી મળી આવેલ સુઝુકી કંપનીની એકસેસ મોપેડ નંબર GJ-05 ET-8675 કિ. 30 હજાર મળી કુલ્લે કિ.રૂ.1,07,400 નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ અર્થે વોન્ટેડ આરોપીઓ વિરુધ્ધમા કામરેજ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

કુલ એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે
દારૂની નાની મોટી કુલ્લે બાટલી નંગ- 508 કિ.77,400 રૂપિયા, સુઝકી કંપનીની એકસેસ મોપેડ નંબર GJ-05-ET-8675 કિંમત 30,000 મળી કુલ્લે કિ.1,07,400 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પકડાયેલા આરોપીઓ
પ્રકાશ વાસફોડીયા (રહે અંત્રોલી ભુરી ફળીયા તા.પલસાણા જી.સુરત)
ઇશ્વરભાઇ રમેશભાઇ વાસફોડીયા (રહે. અંત્રોલી ભુરી ફળીયા તા.પલસાણા જી.સુરત )
સુઝુકી એકસેસ મોપેડ નંબર GJ-05-ET-8675 નો ચાલક

અન્ય સમાચારો પણ છે...