દારૂના વેપલા સામે પોલીસની લાલ આંખ:એલસીબીએ બારડોલીમાં કારમાં કાર્ટિંગ થતો દારૂનો જથ્થો ઝડપ્યો; 3 વોન્ટેડ; કુલ 9.25 લાખનો મુદ્દામાલ ઝબ્બે

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે બારડોલીના જોગી ફળિયા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બે ગાડીમાં કાર્ટિંગ કરાયેલો વિદેશી દારૂ મળી રૂ. 9.25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

કુલ 9 લાખ 25 હજાર 200નો મુદ્દામાલ કબ્જે કરાયો
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત જિલ્લા એલ.સી.બી પોલીસના એ.એસ.આઈ ભાવેશભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ રાજદીપભાઈને બાતમી મળી હતી કે બારડોલી નગરના જોગી ફળિયાનાં છેવાડે કારમાં વિદેશી દારૂનો જથ્થો કાર્ટિંગ થઈ રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. સ્થળ પરથી સ્વીફ્ટ કાર નં. GJ-26-AB-2785 અને બ્રેઝા કાર નં. GJ-5-JR-9021 જે બંન્ને કારોમાં ભરેલી વિદેશી દારૂની બોટલો નંગ 216 જેની કિંમત રૂપિયા 25 હજાર 200 તેમજ બે કારની કિંમત મળી કુલ 9 લાખ 25 હજાર 200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. વિદેશી દારૂનો જથ્થો તલાવડી વિસ્તારમાં રહેતા શૈલી ઉર્ફે શૈલેષ રાજુ વસાવાએ મંગાવેલો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે શૈલી ઉર્ફે શૈલેષ તેમજ કારના બે ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...