તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સુરત જિલ્લામાં ‘મારૂ ગામ કોરોના મુકત’ અભિયાનનો પ્રારંભ

બારડોલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કમિટી બનાવીને લક્ષણો ધરાવનારને આઈસોલેટ કરાશે

કોરોનાને નાથવા માટે 1લી મે ગુજરાત સ્થાપના દિને રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ‘મારૂ ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, લા કલેકટર ડો.ધવલ પટેલ, ડીડીઓ હિતેશ કોયા તથા તાલુકા પંચાયતના પ્રમુખો, ગ્રામપંચાયતોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયતના વિવિધ સમિતિના સદસ્યઓ, સભ્યો ઓનલાઈન જોડાયા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મારૂ ગામ કોરોના મુકત ગામ બનાવવા માટે આગામી તા. 15મી મે સુધી દરેક ગામદીઠ 10 સભ્યોની કમિટી બનાવીને ગામને કોરોના મુકત કરવાનો અનુરોધ કર્યો હતો. કમિટી દ્વારા આરોગ્યતંત્રની મદદથી ગામના કોઈ પણ ગ્રામજનોને શરદી, ખાંસી, તાવ જેવા પ્રાથમિક લક્ષણો હોય તો તેઓને અલગ કરીને તેમનું સધન ટેસ્ટીંગ કરીને તેઓને ગામની સમાજની વાડી કે પ્રાથમિક શાળાઓમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવે તે સમયથી માંગ છે.

જેથી ઘર અને ગામમાં વધતા સંક્રમણને અટકાવી શકાય. 15 દિવસ સુધી ગામની અંદર બિન જરૂરી અવર-જવર ન થાય લોકો માસ્ક અને સેનીટાઈઝરનો મહત્તમ ઉપયોગ કરીને ગામને કોરોના મુકત બનાવવા સંકલ્પબધ્ધ બને તેવી અપીલ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો