ટેકનોલોજી:ડ્રોન ટેકનોલોજી વડે દવા છંટકાવની યોજનાનો પ્રારંભ; ખેડૂતોનો સમય, ઉર્જા અને ખર્ચ બચાવવાના આશયથી નવી યોજાના શરૂ કરાઇ

બારડોલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવીન ડ્રોન ટેકનોલોજી તેમજ નેનો યુરિયા (પ્રવાહી) ખેડૂતો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કૃષિક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે તેવા શુભ આશયથી ડ્રોન દ્વારા દવા છંટકાવની યોજના અમલમાં મૂકી છે, જેના ભાગરૂપે કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડના ભટગામથી સુરત જિલ્લામાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે દવા છંટકાવની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

કૃષિમાં નવીન ડ્રોન ટેક્નોલોજી અપનાવીને કૃષિ વિકાસના નવા યુગમાં પ્રવેશ કર્યો છે એવો મત વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું કે, નવીન ડ્રોન ટેકનોલોજીની મદદથી ગુજરાતના ખેડૂતો નેનો યુરિયાની 500 મિ.લી.ની બોટલથી એક એકર જમીનમાં નજીવા ખર્ચે અને ખૂબ ઓછા સમયમાં દવા છંટકાવ કરી શકશે. 5 એકર જમીનમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરતા ખેડૂતોનું કામ સરળ બનશે. સબસિડીનો 90 ટકા લાભ મળશે, અને પાક પર વધતા રોગો અને જીવાતોને સરળતાથી રોકી શકાશે એમ મંત્રીએ જણાવ્યું હતું.

શું છે ડ્રોન ટેકનોલોજીથી સંચાલિત યોજના અને કેટલી મળે છે સહાય?
ખેતરના પાકમાં નવી ટેકનોલોજી અને ડ્રોન યંત્ર વડે દવા છંટકાવ કરવાની યોજના રાજ્ય સરકારે અમલી બનાવી છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત 20 મિનિટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે, આ ટેકનોલોજીથી ખેડૂતોનો સમય, ઉર્જા અને કૃષિખર્ચ બચશે અને કૃષિમાં સમૃદ્ધિ માટે યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળશે.

અન્ય સમાચારો પણ છે...