તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નતા યાદ આવી ખરી:મોડે મોડે આરોગ્ય મંત્રીને સુરત જિલ્લો યાદ આવ્યો

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી કોવિડ સેન્ટરમાં આરોગ્ય મંત્રીએ મુલાકાત લીધી. - Divya Bhaskar
બારડોલી કોવિડ સેન્ટરમાં આરોગ્ય મંત્રીએ મુલાકાત લીધી.
  • આખરે મંત્રી બારડોલી, પલસાણા અને મહુવાના કોવિડ કેર સેન્ટરની મુલાકાતે

એપ્રિલ મહિનામાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ તાંડવ મચાવ્યું હતું. અને કોરોનાના દૈનિક કેસ પણ 500ની સુધી પહોંચી ગયા હતા. જિલ્લાની તમામ હોસ્પિટલો ફૂલ થઇ ગઇ હતી. ત્યારે નેતાઓ જાણે જનતાને સાવ ભૂલી ગયા હોય તેવી સ્થિતી સર્જાઇ હતી. હાલ સ્વૈચ્છીક લોકડાઉન અને જનજાગૃતી બાદ કોરોના ધીમે ધીમે કાબુમાં આવી રહ્યો છે. ત્યારે નેતાઓને પણ ફરી સુરત જિલ્લો યાદ આવી રહ્યો છેે.

જેને લઇ “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાનમાં આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ સુરત જિલ્લાના બારડોલીના સત્યાગ્રહ હોસ્પિટલ રફરલ કોવિડ સેન્ટર, પલસાણા તાલુકાના ગંગાધરા ગામે ચરોતરીયા સમાજની વાડી સ્થિત કોવિડ કેર સેન્ટર અને મહુવા તાલુકાના તરસાડીમાં માલીબા કોવિડ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય સુવિધાઓ અને દર્દીઓને અપાતી સારવાર અંગે જાત તપાસ કરી હતી.

મંત્રીએ પલસાણા, બારડોલી અને મહુવા તાલુકાના ગ્રામજનો, કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના તબીબી સ્ટાફ, સ્વયંસેવકો અને કર્મયોગીઓ સાથે સંવાદ કરી હતી. ત્રણે આઈસોલેશન સેન્ટરોમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથો સાથ દર્દીઓને જરૂરી પ્રાથમિક સુવિધાઓ, ભોજન, પાણી અને દવા સમયસર મળી રહે તે માટે જરૂરી સૂચના આપી હતી. પરંતુ કપરા સમયમાં ન દેખાયેલા ઓરોગ્ય મંત્રીને અચાનક સુરત જિલ્લો યાદ આવી જતાં લોકોમાં અચરજ સર્જાયું હતું.

અન્ય સમાચારો પણ છે...