તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ગણેશોત્સવની ગાઈડલાઈન મોડી,ઓછા સમયમાં વધુ મૂર્તિ બનાવવાનું કલાકારો પર પ્રેસર

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિવસ-રાત પ્રતિમાનું નિર્માણ શરૂ - Divya Bhaskar
દિવસ-રાત પ્રતિમાનું નિર્માણ શરૂ
  • માટીની મૂર્તિમાં વધુ સમય ખર્ચાતો હોવાથી પીઓપીની મૂર્તિ બનાવાઇ રહી છે, બજારમાં માટીની પ્રતિમાની અછત હોવાની મંડળોની બૂમ

કોરોના મહામારીમાં ગત વર્ષે સુરત તાપી જિલ્લામાં ગણેશ ઉત્સવની ઉજવણી મોકૂફ રહી હતી. ચાલુ વર્ષે સરકારે કોરોના ગાઈડ લાઇનના પાલન સાથે 4 ફૂટની ઊંચાઈની મર્યાદા સાથે ગણેશ ઉત્સવની મંજૂરી આપી છે. જેથી ગણેશ મંડળોએ મૂર્તિના ઓર્ડર માટે દોડધામ શરૂ કરી છે. બીજી તરફ મૂર્તિકારો ઓછા સમયમાં વધુ મૂર્તિ બનાવવાનું પ્રેસર આવ્યું છે.

આ વખતે સંક્રમણ ઘટતા સરકાર ગણેશ ઉત્સવની છૂટ આપી છે. જેના કારણે મૂર્તિકારોના જીવમાં જીવ આવ્યો છે. પરંતુ વિડંબનામાં સરકાર દ્વારા ઉત્સવ માટેની ગાઈડ લાઇન મોડી જાહેર કરતા મૂર્તિકારો પૂરતા પ્રમાણમાં મૂર્તિનું ઉત્પાદન કરી શક્યા નથી. ગત વર્ષે બનાવેલી મૂર્તિઓ જ ફિનિસિંગ અને કલર કરી ગણેશ મંડળો માટે તૈયાર કરી રહ્યા છે. બીજી તરફ માટીની મૂર્તિ બનાવવા માટે સમય વધુ જતો હોય છે, અને ગણેશ ઉત્સવને માત્ર 13 દિવસ બચ્યા છે. કલાકારો પર મોટા પાયે મૂર્તિની માંગ પુરી કરવાનું પ્રેસર વધ્યું છે.

સ્ટાફ વધારી 24 કલાક મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ
ગાઇડલાઇન બાદ શ્રીજીની પ્રતિમાની માંગ એકાએક વધી છે. ત્યારે ઓછા સમયમાં ગ્રાહકની માંગને પહોંચી વળવા માટે 50 ટકા જેટલો સ્ટાફ વધારી દિવસ રાત મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું છે. મૂર્તિકારોના મતે વર્ષ દરમિયાન ઉત્પાદન બંધ રહેતા ચાલુ વર્ષે દર વર્ષની સરખામણીએ 50 ટકાથી ઓછી શ્રીજીની પ્રતિમાને આકાર આપી શકાશે. જેના કારણે દર વર્ષ કરતાં નફો ઓછો મળશે.

માટીની પ્રતિમા ન મળે તો POPની લાવવી પડશે
બારડોલી નગરના ગણેશ મંડળના સંચાલકના જણાવ્યા અનુસાર છેલ્લા 15 વર્ષથી અમો માટીની પ્રતિમાનું સ્થાપન કરતાં હતાં. પરંતુ આ વર્ષ કોઈ પણ જગ્યાએ માટીની પ્રતિમાં ઉપલબ્ધ નથી. ચાર ફૂટની પ્રતિમાં ગત વર્ષોમાં 5થી 6 હજારમાં મળતી હતી. જે મૂર્તિ 10-12 હજારમાં મળતી થઈ છે. આ વર્ષે માટીનું પ્રતિમા ન મળેતો છેલ્લે પીઓપીની પ્રતિમાનું સ્થાપન કરવું પડશે.

આ કારણે POPની પ્રતિમાનું નિર્માણ વધ્યું
મૂર્તિકારના જણાવ્યા મુજબ પીઓપીની પ્રતિમા બીબામાં તૈયાર થતી હોવાથી રોજ 100 મૂર્તિ બનતી હોય, જેની સામે માટીની માંડ 5 જેટલી જ મૂર્તિ બને છે. માટીની પ્રતિમા હાથથી તૈયાર કરવાની હોવાથી ફીનીસિંગ અવારનવાર આપવામાં સમય વધુ પસાર થતો હોવાથી માટીની પ્રતિમા કરતા પીઓપીની પ્રતિમા બનાવવા તરફ મૂર્તિકારો વળ્યા હોવાનું જણાવે છે.

અડધાથી પણ ઓછી મૂર્તિ બનાવી શક્યા
અગાઉ 50 હજાર જેટલી નાની મોટી ગણેશજીની પ્રતિમા બનાવતાં હતાં. આ વર્ષે કોરોનાને કારણે વ્યવસાય બંધ રહેતા માત્ર 15 હજાર મૂર્તિને આકાર આપી શક્યા છે. > રાજમસભાઈ, મૂર્તિકાર

અન્ય સમાચારો પણ છે...