તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:માંડવીમાં સબજેલનાં અભાવે પોલીસને છેક 70 કિ.મી. દૂર લાજપોર જવું પડે છે

માંડવી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ કર્મીઓને વર્કલોડ સાથે સમયનો બગાડ થાય છે

માંડવી પોલીસ સ્ટેશન ખાતે સબજેલનાં અભાવે પોલીસ કર્મીઓએ ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જો કોઈ આરોપી પકડાય તો તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટ દ્વારા અપાયેલ જેલની સજા માટે તેને લાજપોર સબજેલ ખાતે લઈ જવો પડે છે. જેથી પોલીસ કર્મીનાં સમય અને વર્કલોડ તેમજ વાહન ભથ્થું વગેરેનાં ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં માંડવી પોલીસ સ્ટેશન ખાતે સબજેલની સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ ગત થોડા વર્ષોથી તેને કંડમ (બિનઉપયોગી) જાહેર કરી દેતા જેલની સજા થતા આરોપીઓને માંડવીથી લગભગ 70 કિ.મી. દૂર લાજપોર સબજેલ ખાતે લઈ જવા પડે છે. જેનાથી પોલીસ કર્મીઓનાં લાજપોરનાં ધક્કાઓ વધતા આરોપી સાથે જનાર પોલીસ કર્મીઓનાં સમય વર્કલોડ સહિત વાહન અને ડિઝલ ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.

જો માંડવી પોલીસ સ્ટેશન ખાતે સબજેલની સુવિધા ફરીથી ઉપલબ્ધ કરવામાં આવે તો વાહન અને ડિઝલ ખર્ચ સહિત પોલીસ કર્મીઓનાં સમય અને વર્કલોડમાં પણ ઘટાડો થશે. લાજપોર લઈ જવાયેલા આરોપીનાં સગાઓને પણ ત્યાં સુધી આવવા જવાની અગવડો પડતી હોય છે. તેથી જો માંડવીમાં સબજેલની સુવિધા હોય તો આરોપીઓનાં સગાએ ત્યાં સુધી ન જઈ માંડવીમાં જ કાર્યવાહી કરી શકે અને તેને ટિફિન કે અન્ય જરૂરી ચીજ પણ પહોંચાડી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો