તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક કાર્યવાહીની માંગ:સુરત જિલ્લા ભાજપ પ્રમુખના પદગ્રહણમાં કોવિડ ગાઈડલાઈન ભંગ થયો હતો, પગલા ભરો : કોંગ્રેસ

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યક્રમના આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ

ગત નવેમ્બરમાં જિલ્લા ભાજપ પ્રમુખના પદગ્રહણ કાર્યક્રમમાં મોટી ભીડ ભેગી થઈ હતી. કોરોનો સંક્રમણ ની સ્થિતિ માં થયેલ આ આયોજનની તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગણી કોંગ્રેસે કરી હતી.સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેકટર અને ડીવાયએસપી ને આપવામાં આવેલ એક આવેદનપત્ર માં જણાવ્યા પ્રમાણે હાલમાં કોવિડ-19 કોરોનાની મહામારી ફરીથી વકરી રહી છે જેને લઇને સરકાર દ્વારા આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે.

પરંતુ સત્તાપક્ષ પોતે જ બેમર્યાદ અને બેફામ બની સરેઆમ સરકારી કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. આવા જ એક ઘટનાક્રમમાં ગત તારીખ 19 નવેમ્બરે સરદાર નગરી બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ સંદિપભાઇ દેસાઇ નો પદગ્રહણ સમારંભ તથા વિશાળ રેલી નો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતાં.

આ રેલીમાં ગુજરાત સરકાર ના મંત્રીઓ એવા ગણપતસિંહ વસાવા તથા ઇશ્વરભાઇ પરમાર, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માટે આયોજકો દ્વારા પોલીસ પાસે થી કોઇ પરમીશન લેવામાં આવી હતી કે કેમ ? અને જો પરમીશન ન લીધી હોય તો કોવિડ ગાઈડલાઈન નો ભંગ હેઠળ હેઠળ કોઈ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા હોય તો તેની વિગત માંગવામાં આવી છે.

તાજેતર માં તાપી જિલ્લામાં પૂર્વ મંત્રી કાંતિભાઇ ગામીત અને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ પર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સુરત જિલ્લામાં કેમ કોઈ કાર્યવાહી થઈ નથી.આ કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ આગેવાનો તથા કાર્યક્રમના આયોજકો વિરૂદ્ધ કડક પગલાં ભરી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સ્નેહલ શાહે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો