તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવલત:કોરોના પ્રભાવિત ગામોની પ્રાથમિક શાળામાં જ કોવિડ સેન્ટર ઊભું કરી સારવાર અપાશે

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત જિલ્લામાં ‘મારૂ ગામ કોરોના મુક્ત’ અભિયાનની તૈયારી જોરમાં

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યના દરેક ગામડાઓમાં મારુગમ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના ગામડાઓમાં પણ કોરોનાના લક્ષણ ધરાવતા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને આઇસોલેટ કરવાની વ્યવસ્થા માટે ગામડાઓની સરકારી શાળા અથવા કૉમ્યુનિટી હૉલ તેમજ સરકારી મકાનોમાં વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ હાલ તંત્ર દ્વારા કરાઇ રહી છે.

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમિત દર્દીઓને હોમ આઇસોલેટ રાખવા શક્ય નથી જેથી તંત્ર દ્વારા 15 દિવસ અભિયાન ચલાવી ગામડાઓમાં સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે 15 દિવસ મારૂગામ કોરોના મુક્ત ગામની મુહિમ શરૂ કરી છે જેમાં જિલ્લાના કોરોનાના હોટસ્પોટ બનેલા ગામોમાં સરકારી શાળાઓથી લઈ કૉમ્યુનિટી હૉલ તેમજ સરકારી મકાનોમાં જ્યાં દર્દીઓ ને રાહેવાની વ્યવસ્થા થાય એવી ઇમારતોમાં 10 થી 15 બેડની સુવિધા સાથે કોવિડ સેન્ટર બનાવવામા આવશે અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. જ્યા રહેવા અને જમવા સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

આ સુવિધાઓ ઉભી કરવામાં આવશે
જિલ્લાના વધુ સંક્રમણ ધરાવતા ગામોમાં સરકારી મકાનોમાં તૈયાર કરાનાર કોવિડ સેંટરમાં એક નોડલ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે ભોજન પાણી તથા અન્ય પાયાની સુવિધાઓ કરવામાં આવશે મેડિકલ તપાશ માટે ઓક્સિમીટર, થર્મોમીટર, બીપી ઇન્સ્ટુમેન્ટ, જરૂરી દવાઓ, આયુર્વેદિક ઉકાળા, સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે દર્દીઓની સમયાંતરે ચકાસણી કરાશે સાથે જ ગામમાં વધુમાં વધુ ટેસ્ટિંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો