તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદનો અભાવ:મેઘો રૂઠતાં સુરત જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 2200 હેક્ટર ઘટ્યું

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગરના ધરૂવાડીયા તૈયાર, પણ વરસાદના અભાવે રોપણી અટકી

જૂન માસમાં વરસાદનું આગમન થતા જ સારી શરૂઆતની આશા જગતના તાતને થઈ હતી. પરંતુ હાલ સ્થિતિ કંઈક ઓર થઈ છે. વરસાદ ખેંચાતા ખેડૂતની ચિંતા વધી છે. વરસાદી ખેતી પર નિર્ભર ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર પણ શરૂ કર્યું હતું. પરંતુ અચાનક વરસાદ બંધ થતાં વાવેતર નાશ થવાનો ભય પણ સતાવી રહ્યો છે. જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં જુનના અંત સુધીમાં 2200 હેકટર વાવેતર ઘટ્યું છે. 2.64 ટકા ઘટાડો થયો છે.

બારડોલી તાલુકામાં ડાંગરની રોપણીનો શુભારંભ પણ થયો નથી. જ્યારે બાજરી, મઠ, અન્ય તેલીબિયાં, અન્ય ધાન્ય હજુ જિલ્લામાં વાવેટરનું ખાતું નોંધાવ્યું નથી. દર વર્ષે 1.15 થી 1.20 લાખ હેકટરમાં એવરેજ ખરીફ પાકનું વાવેતર થતું હોય છે. જૂન વર્ષ 2020માં 22,566 હેકટરમાં 19.50 ટકા વાવેતર થયું હતું. જ્યારે હાલ સીઝનમાં 20,312 હેકટરમાં 16.86 ટકા વાવેતર થયું છે. જૂન માસના છેલ્લા દિવસોમાં વરસાદ ચાલુ રહ્યો હોત, તો ગત સિઝનની સરખામણીમાં ખરીફ પાકનું વાવેતરમાં વધારો નોંધાયો હોત.

તાલુકામાં મુજબ વાવેતર (હેકટરમાં)
તાલુકો20202021તફાવત
બારડોલી959407-552
ચોર્યાસી827245-582
કામરેજ1517159275
મહુવા1376345-1031
માંડવી51345461327
માંગરોળ287275224640
ઓલપાડ40072477-1530
પલસાણા726336-390
ઉમરપાડા47471831-2916

​​​​​​​

જુનનો વરસાદ જોતા ખરીફ પાકનું વાવેતરમાં ઘણું વધશે તેમ લાગ્યું હતું. પરંતુ વરસાદ ખેંચતા ં બ્રેક લાગી છે. વરસાદ શરૂ થતાં સારું વાવતેર થઈ શકે છે.- એન.જી.ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારી

2 વર્ષમાં વાવેતરમાં થયેલો વધારો ઘટાડો(હેકટરમાં)
પાકવર્ષ 2020વર્ષ 2021ઘટાડોવધારો
ડાંગર334520461299-
જુવાર969818151-
મકાઈ544251293-
તુવર17321907-175
મગ1635-19
અડદ299113186-
મગફળી362201161-
સોયાબીન25385391-2853
કપાસ1553862691-
શાકભાજી47473873874-
ઘાસચારો29372833104-
કેળા821525296-
પપૈયા966729-
લીલોપડવાસ249913491150-

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...