તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતર્કતાનું પરિણામ:‘ખલી ગામ’ જ્યાં કોરોના હજી પણ પ્રવેશી શક્યો નથી

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળને 15 મહિના થવા આવ્યા છતાં ગામમાં એકેય કેસ નોંધાયો નથી

કોરોનાની બીજી લહેરની તબાહીએ સૌને હચમચાવી મુક્યા ત્યારે બારડોલી તાલુકાનું ખલી ગામ જ્યાં આજ સુધી કોરોનાએ દસ્તક દીધી નથી. માત્ર 350 લોકોની વસતિ ધરાવતું નાનું ગામ છે. ગામમાં આજદીન કોઈ કોરોના પોઝિટિવ દર્દી આવ્યો નથી..

બારડોલી તાલુકાનું ખલી ગામ બારડોલી નગરને અડીને આવેલું ગામ છે. આ ગામ ઈસરોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે. ગામમાં માત્ર 2 ફળિયા છે. ગામની વસતી 350 જેટલી છે. ગ્રામજનો ખેતમજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ગામમાં તમામ લોકો માસ્ક પહેરે છે. ગામમાં બહારથી લોકો આવતા નથી અને ગામના લોકો ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળી રહ્યાં છે.

ગામની આજુબાજુ આવેલ જમીનમાં ખેત મજૂરીએ જાય છે. કોરોનાને 15 મહિના થવા આવ્યા છે. ત્યારે તાલુકાના અનેક ગામોમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. કેટલાય લોકો પોઝિટિવ થઈ ગયા અને કેટલાય કોરોનાને કારણે જીવ ખોયા છે. ત્યારે ખલી ગામમાં હજુ કોરોનાએ દસ્તક નથી. કોરોના ખલી ગામમાં ખલબલી મચાવી શક્યો નથી. કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક નિવડી છે, પરંતુ ખલી ગામમાં આ લહેરની કોઈ અસર જોવા મળી નથી.

કોવિડ ગાઇડલાઇનના ચુસ્ત પાલનથી કરાઇ કોરોના સામે કિલ્લાબંધી
અમારા ગામમાં આજસુધી કોઈ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યું નથી. ગામમાં કોઈનું પણ કોરોનાને કારણે મોત થયું નથી. ઉપરાંત કોઇને સારવાર લેવાની જરૂર પડી નથી. ગ્રામજનો મોટા ભાગે ખેતમજૂરી કામ કરે છે. જ્યારે બહાર અવર જવર ઓછી કરે છે અને ગાઈડલાઈનનું પાલન કરે છે. > બલ્લુભાઈ હળપતિ, ખલીગામ આગેવાન

ખલી ગામમાં એકપણ કેસ નથી
બારડોલી ટીએઓ ડો. હેતલ ચૌધરીના જણાવ્યા અનુસાર ખલી ગામમાં આજદિન સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જે ખરેખરા સારી બાબત કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...