રેસ્કયૂ:કલમકૂવા ગામે કૂવામાં ખાબેકલી દીપડીનું પાંજરૂં ઉતારી રેસ્કયૂ કરાયું; કૂવામાં પાણી વધુ હોવાથી ભારે જહેમતે જીવ બચાવાયો

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના કલમકુવા ગામે કૂવામાં દીપડી પડી હોવાના સમાચાર મળતા જ માંડવી દક્ષિણ વિભાગન ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્ટાફ તથા એનજીઓની મદદ મેળવી દીપડીને પાંજરામાં પૂરી સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. કલમકુવા ગામના ખેડૂત છનાભાઇ નાયાભાઇ ચૌધરીના ખેતરમાં આવેલ કૂવામાં મોડી સાંજે દીપડી પડી હતી.

જે અંગે જાણ વનવિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્ટાફ તથા એનજીઓ ને તાત્કાલિક રેસ્ક્યુના સાધનો લઈ ઘટના સ્થળે પહોંચવાની જાણ કરાઇ હતી તમામ ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ કૂવાની જગ્યા ખૂણા ખાંચરામાં આવેલ હોય તથા પાણીનું પ્રમાણ પણ વધુ હોવાથી ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં દીપડીને પાંજરે પૂરી બચાવી લેવામાં આવી હતી.

દીપડીને બચાવવામાં જોડાયેલી ટીમ
કૂવામાં પડેલ દીપડીને સુરક્ષિત બચાવી લેવા માટે ઉપેન્દ્રસિંહ રાઉલજીના માર્ગદર્શન હેઠળ લેપર્ડ એમ્બેસડેર કૈલાશભાઈ મોદી તથા તેમની ટીમ ઉપરાંત ફોરેસ્ટર સ્નેહલભાઈ ચૌધરી, પ્રશાંત કુમાર બારોટ, બીટ ગાર્ડ જિજ્ઞાશા ચૌધરી, ચેતનાબેન પટેલ તથા રોજમદારો જોડાયા હતા.

ખોરાકની શોધમાં ખેતરાડીમાં ભ્રમણ
માંડવીમાં વન વિભાગના જન જાગૃતિના પ્રયાસોના લીધે દીપડાના હુમલાઓના બનાવ હાલ બંધ જણાય છે. પરંતુ ખોરાક મેળવવા દીપડા ખેતરાળી વિસ્તારમાં આવી જતાં કૂવામાં પાડવાના બનાવો બની રહ્યા છે થોડા સમય અગાઉ દેવઘઢ ગામે ત્યાર બાદ જામણકૂવા ગામે અને હાલ કલમકુવા ગામે દીપડા કૂવામાં પાડવાની ઘટના બની છે. પરંતુ વન વિભાગ દ્વારા તમામ દીપડાઓના રેસક્યું કરાયા છે.

લોકટોળું વધતાં પોલીસને બોલાવવી પડી
કલમકુવા ગામે દીપડો કૂવામાં પાડવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા જેથી વનવિભાગે આગમચેતીના ભાગ રૂપે માંડવી પોલીસને જાણ કરી બંદોબસ્ત માંગે રેસ્ક્યુની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...