હાલાકી:કીમ ફાટક ત્રણ દિવસ માટે બંધ રહેતા વાહનચાલકો હાલાકીમાં

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ ફાટક નં 158 રિપેરિંગ કામઅર્થે બંધ કરવામાં આવી છે. આજથી 3 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર ત્રણ દિવસ માટે બંધ રાખવામાં નીર્ણય રેલ્વે દ્વારા લેવાયો છે. ઓલપાડ ના કીમ ગામે આવેલ રેલ્વે ફાટક 158 વધુ એક વાર વાહન ચાલકો માટે બંધ રાખવાનો નીર્ણય રેલ્વે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉજ ગત ઓગસ્ટ મહિનામા ત્રણ દિવસ માટે રેલ્વે તંત્ર અગત્યના રેલ્વે ફાટક નજીક અગત્યનું સમારકામ તેમજ રેલ્વે ફાટક માટે ખુબજ અગત્યનું કામકાજ હોવાના પગલે આ નિર્ણયને લેવામાં આવ્યો છે.

હાલ કીમ ફાટક ને સ્થાનિક તેમજ આસપાસ ના ટુવ્હીલ ચાલકોની અવર જવર માટે ખુલ્લી રાખવામાં આવી છે. તેમજ ફોર વ્હીલ તેમજ હેવી વ્હીકલ માતે ડાવર્ઝન આપવામાં આવ્યા છે. જેમાં કુડસદ રેલ્વે ફાટક અને કોસંબા રેલ્વે ઓવરબ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કીમ રેલ્વે ફાટક આગામી 3 થી 5 સપ્ટેમ્બર 2022 સુધી બંધ રાખવા અંગેનો પત્ર લાગતા વરગતા સરપંચ અને કચેરીઓને મોકલી આપવામા આવ્યો છે. મહત્વનું છે કીમ-કઠોદરા-પાનસરા થઈ ને જતો એક માર્ગ હાલ ચોમાસાના કારણે બંધ થઈ ચૂક્યો છે. જેથી કીમ-કઠોદરા થી કોસંબા થઈ ને વાહન ચાલકોએ મોટો ચકરાવો ફરી ને જવું પડશે. રોજિંદા ટ્રાફિક અને લાંબા ડાયવર્ઝન રૂટથી સ્થાનિકોના સમય અને ઈંધણ નો ભારે વ્યય થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...