તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાનરોનો આંતક:વરેલીમાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયા

બારડોલી/માંડવી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરોના છાપરા અને ડીટીએચ ડીસ સહિતની ચીજોને નુકસાન પહોંચાડ્યું હતું

માંડવી તાલુકાનું વરેલી ગામએ દીપડાઓનું અભ્યારણ સમાન છે. અહીં સૌથી મોટી સંખ્યામાં દીપડાઓ પાંજરે પુરાયા છે. દીપડાના દેખાવાથી અને પાલતુ પ્રાણીના શિકારથી રહીશોમાં દીપડાનો ભય હતો. ત્યારબાદ હવે વાનરોનો આંતક વધી ગયો છે. વાનરો ઘરોને નુકસાન કરતાં આજરોજ વરેલી એલીમન ગ્રુપ દ્વારા વાનરને દીપડાનું પાંજરુ મુકી વાનરને પકડવામાં આવ્યો હતું.

માંડવી તાલુકાના વરેલી ગામમાં દીપડાને અનુકુળ વાતાવરણ હોવાથી લોકોમાં અહીં મોટી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. અવાર નવાર દીપડા દ્વારા પાલતુ પશુ પર હુમલા અને રહેણાંક વિસ્તારમાં અવાર નવાર નજરે ચઢતાં લોકોમાં દીપડા અંગે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત થોડા દિવસોથી વાંનરોનો આંતક જોવા મળી રહ્યો છે. વાનરો છાપરા પર કૂદતા પતરાને નુકસાન પહોંચાડી રહ્યાં છે.

ઘરના ધાબા પર મુકવામાં આવેલ ડીટીએચની ડીશ પણ વાંકી વારી નાંખી વાયરો ખેંચી કાઢે છે. આ ઉપરાંત ફળિયામાં રહેતા બાળકોની પાછળ મારવા દોડતા હોવાના કિસ્સા પણ વધી રહ્યાં છે. વાનરોના આંતકથી ગ્રામજનો ત્રસ્ત થઈ ગયા હતાં.

જેથી લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે વરેલી ગામના યુવાનોએ બનાવેલ એલીમન ગ્રુપના મેમ્બરોએ વાંનરને પકડવા માટે ગામમાં દીપડો પકડવા માટે મુકેલ પાંજરુ મુકવામાં આવ્યું હતું. આ પાંજરામાં કેળા તથા અન્ય ફળો સહિતની ખાદ્ય વસ્તુ મુકતા વાનર ખાવાની લાલચમાં પાંજરામાં આવતા ગ્રુપના સભ્યોએ પાંજરુ બંધ કરતાં આંતક મચાવતો વાનરને પાંજરે પુર્યો હતો. વાનર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...