ટ્રાફિક જામ:કામરેજ ના એમ. જી ડ્રિમ સર્કલ પાસે રખડતા ઢોરોનો જમાવડો

નવાગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેતી ભરેલી ટ્રકો પણ ઉભી રહેતી હોય પણ ટ્રાફિક જામ

કામરેજ ખાતે આવેલા એમ જી ડ્રિમ સર્કલ ની આસપાસ કાયમી ધોરણે રખડતા ઢોરો નો જમાવડો જોવા મળતો હોય અહીં થી પસાર થતાં લોકો ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. કામરેજના કેનાલ રોડ પર એમ જી ડ્રિમ સર્કલ સીતારામ ચોક ની આસપાસ રખડતા ઢોર અડ્ડો જમાવી દેતાં હોવાથી અહીં થઈ અવર જવર કરતાં લોકો અને વાહન ચાલકો માટે પરેશાની નું કારણ બની ગયું છે.

આ જ રસ્તે થઈ કામરેજની જાણીતી સ્કૂલની વિદ્યાર્થીઓને બેસાડી સ્કૂલ બસો પસાર થતી હોય છે. જો કે રસ્તા વચ્ચે બેઠેલા ઢોરો ને કારણે આ બસો સમયસર સ્કૂલે પહોંચી શકતાં નથી. તેથી તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. એવી જ રીતે નંદનવન પેલેસ પાસેના રોડ નજીક રેતી કાર્ટિંગ કરતી ટ્રકો ગેરકાયદેસર રીતે દબાણ કરી લાઈનબંધ રીતે ખડકી દેવામાં આવે છે. એ સાથે જ રખડતા ઢોર પણ આ સ્થળે જ અડ્ડો જમાવી બેસી રહેતાં હોય અહીં થી કામધંધા અને નોકરી પર જવા નીકળેલા લોકો એ કેવી રીતે રોડ પસાર કરવો એની વિમાસણ અનુભવે છે.

આ સાથે જ રોડ પર રખડતા ઢોર હોવાના કારણે અકસ્માત ના બનાવો પણ નોંધાઇ રહ્યાં છે. કામરેજ ગામ ના મોટે ભાગ ના લોકો આ જ રસ્તો ઉપયોગ કરતાં હોય છે ત્યારે કામરેજ ગ્રામ પંચાયત ના પદાધિકારીઓ આ સમસ્યા બાબતે તાકીદે ધ્યાન આપી એનું નિવારણ કરાવે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...