કિશોરીનું પરિવાર સાથે મિલન:વડોદરાથી એક્ટિવા લઈને નીકળી ગયેલી કિશોરીને કામરેજ પોલીસે શોધી કાઢી, વાલીએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગઈ હતી

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અભ્યાસ બાબતે ઠપકો આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન કહી શકાય એવો કિસ્સો ગત રોજ કામરેજ પોલીસમાં પ્રકાશમાં આવ્યો હતો. વડોદરા ખાતે રહેતી કિશોરીને તેમના વાલીએ ભણવા બાબતે ઠપકો આપતા કિશોરી પોતાની એક્ટિવા લઈ વડોદરાથી કોઈને પણ કહ્યા વગર ભાગી છૂટી હતી. પોતાની બાળકી ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ વાલીએ વડોદરા વિસ્તારના પોલીસ મથકે નોંધાવી હતી.

કિશોરી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી
જે બાબતે કામરેજ પોલીસને માહિતી મળતા કામરેજ પોલીસ દ્વારા બાળકીનો મામલો હોવાથી તેને ગંભીરતાથી લઈ તેની શોધખોળ આદરી હતી. ત્યારે કામરેજ પી.આઇ આર.બી ભટોળ સહિતની ટીમ દ્વારા ગુમશુદા કિશોરીની તપાસ કામગીરી દરમ્યાન પીપોદરા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક્ટીવા સવાર એક બાળકી ઉભી હોય તેની પાસે જઈ તેની પૂછતાછ કરતાં તેણે પોતે વડોદરા ખાતે રહેતી હોવાની અને પોતાના વાલીએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તે કોઈને પણ કહ્યા વિના વડોદરાથી એકટીવા લઈને નીકળી ગઇ હતી. કામરેજ પોલીસે એક્ટિવા સવાર 17 વર્ષીય કિશોરીના પરિવારને બોલાવ્યો હતો. તેમજ દીકરી પરિવારને સોંપવામાં આવતાં પરિવારે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...