કામરેજ પોલીસે 2018નાં એટ્રોસીટી અને 2020નાં અપહરણના બે અલગ-અલગ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. બન્ને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ બન્ને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એટ્રોસીટી અને અપહરણના આરોપીને પકડતી પોલીસ
હાલ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સાથે પોલીસ વિભાગ દ્વારા રીઢા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા કડક કામગીરી હાથ ધરી છે. 2018નાં વર્ષમાં કામરેજ પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ હેઠળ ગુનોં દાખલ થયો હતો. જે ગુનામાં રાયદે ઉર્ફે રામદેવ કરશન કનારાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ આરોપીને આણંદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. 2020નાં વર્ષમાં કામરેજ પોલીસ મથકમાં અપહરણનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં હિમાલય ઉર્ફે હિમાંશુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જે આરોપીને પોલીસે તરસાડી ચોકડી, વડોદરા ખાતેથી ઝડપી પાડી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.