આયોજન:પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર માટે કામરેજ અને બારડોલી બેઠક યોજાશે

નવાગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા મંથન

રાજયના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના ‘આત્મા પ્રોજેક્ટ’ દ્વારા જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના પ્રચાર-પ્રસાર, રાસાયણમુક્ત પેદાશોના વેચાણ અને યોજનાકીય કામગીરીનો વધુમાં વધુ ખેડુતો જોડાય તે માટે આગામી તા.14મી મે શનિવારના રોજ કામરેજ અને બારડોલી ખાતે અમલીકરણ બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે.

બારડોલી ખાતે સવારે 10.00 વાગે નગરપાલિકા સંચાલિત સરદાર પટેલ ટાઉનહૉલ ખાતે યોજાશે. જેમાં બારડોલી, મહુવા, માંડવી, પલસાણા અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો ભાગ લેશે. જયારે કામરેજ ખાતે બપોરે 2.00 વાગે ઉમામંગલ હોલ, કામરેજ ચાર રસ્તા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ઓલપાડ, કામરેજ, ચોર્યાસી. અને માંગરોળ તાલુકાના ખેડૂતો સામેલ થશે. અહી નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...