તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:બારડોલી પાલિકાના વિપક્ષના નેતા કલ્પના પટેલ ભાજપમાં, કોંગ્રેસને સામી ચૂંટણીએ વધુ એક ફટકો

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચૂટણીઓ નજીક આવી રહી છે ત્યારે પક્ષપલટાની રાજનીતિએ જોર પકડ્યું છે બારડોલી નગરના કોંગ્રેસનાં નગર સેવિકા અને પાલિકાના વિપક્ષના નેતા કલ્પનાબેન પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા બારડોલી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. બારડોલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પક્ષમાં આંતરિક વિખવાદને લીધે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા બારડોલી નગર કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે.

નગરપાલિકામાં 5 વર્ષ કોંગ્રેસ પક્ષમાથી નગરસેવિકા તરીકે બેઠક મેળવી પાલિકાના વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવી ચૂકેલા કલ્પનાબેન પટેલ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા બારડોલી નગર કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તો બારડોલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમારે કલ્પનાબેનને ભાજપમાં આવકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો