તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:‘મારુ ખેતર કોને પૂછીને ખેડે છે’ એમ કહી આધેડ પર કાકાભાઇનો હુમલો

બારડોલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાનાં સરભોણ ગામે હરિજનવાસમાં રહેતા 55 વર્ષીય આધેડને તેના કાકાના દીકરાએ ખેતર ખેડવા બાબતે તકરાર કરી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો સરભોણ ગામે હરિજનવાસમાં રહેતા ગિરીશભાઈ નરસિંહભાઈ રાઠોડ ગુરુવારના રોજ સવારના 11 વાગ્યાના અરસામાં પોતાની સરભોણ ગામમાં આવેલ દુકાન પર બેઠા હતા ત્યારે તેમના કાકાનો દીકરો દિનેશભાઇ વસંતભાઇ રાઠોડ (રહે કલ્યાણ મુંબઈ) ને આક્રોશમાં ગિરીશભાઈની દુકાન પર આવી જણાવેલ કે સરભોણ ગામે આવેલ ખેતર કોને પૂછીને ખેડે છે તેવું જણાવતા ગિરીશ ભાઈ એ કહ્યું કે તારા પિતાને લઈને સરભોણ આવજે મે તેમને બધી હકીકત જણાવેલ છે આટલું કહેતા જ દિનેશભાઇ ઉશ્કેરાટમાં આવી નાલાયક ગાળો આપી ગિરીશ ભાઈ સાથે છૂટ્ટા હાથની મારામારી કરી જમીન પર પડી દઈ માથાના ભાગે ઇજા પહોંચાડી હતી જેથી ગિરીશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ગિરીશભાઈએ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો