તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અચાનક બદલી:કડોદરા PIની 25 દિવસમાં જ બદલી કરી દેવાતા ખળભળાટ

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવાળી ટાણે બદલીથી પોલીસ બેડામાં ચર્ચા

કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે.પટેલની દિવાળીના દિવસે જ એલઆઇબીમાં અચાનક બદલી કરી દેવામાં આવતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે. હાલ કડોદરા પોલીસ સ્ટેશનનો ચાર્જ એલઆઇબી પી.આઈ. બ્રહ્મભટ્ટને સોંપવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી વિગત 21મી ઓક્ટોબરે કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ વળવીને દારૂના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવતા તેમની જગ્યાએ જિલ્લામાં નવા આવેલા પીઆઇ વી.કે.પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ચાર્જ સોંપ્યાને 25 દિવસમાં જ વી.કે.પટેલની રહસ્યમય સંજોગોમાં બદલી કરી દેવામાં આવી છે.

દિવાળીના દિવસોમાં થયેલી અચાનક બદલીને કારણે અનેક તર્કવિતર્ક સર્જાયા છે. પટેલને એલઆઇબીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે એલઆઇબી પીઆઈ એ પી બ્રહ્મભટ્ટને કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો ચાર્જ આપવામાં આવ્યો છે. બ્રહ્મભટ્ટ અગાઉ જિલ્લા એસઓજીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો