ધરપકડ:કડોદરા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી પોલીસ મથક વિસ્તારમાં આવેલ તડકેશ્વર ગામેથી બે અઠવાડિયા અગાઉ 6 લાખથી વધુના કેબલોના ડ્રમની ચોરી કરી હોવાની ફરીયાદ માંડવી પોલીસ મથકે નાધાવામાં આવી હતી .જે ગુનામાં સંડોવાયે ઇસમો ચોરીના મુદ્દામાલ સાથે કડોદરા આવવાના હોવાની બાતમી આધારે કડોદરા પોલીસને મળતા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ગાડી સહિત ચોરીનો મુદ્દામાલ સહિત 11,30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગત 2 નવેમ્બરના રોજ માંડવી પોલીસ મથકની હદમા આવેલ તડકેશ્વર ગામે બસ સ્ટેન્ડ નજીક ઇમરાનભાઈ કરોળિયાના મકાનની સામે એરટેલ કંપનીના માલિકીના બે નંગ મોટા કેબલ વાયરના ડ્રમ મુક્યા હતા જે 2 નવેમ્બરના રોજ ચોરાઈ જતા માંડવી પોલીસ મથકમાં 6,10,132/- ની કિંમતના કેબલના ડ્રમોની ચોરી થઈ હોવાની ફરીયાદ માંડવી પોલીસમથકે નોંધાઈ હતો જે સંદર્ભે મંગળવારના રોજ કડોદરા પોલીસ મથકના પો.કો.વિક્રમભાઈ ગધુભાઈ તેમજ પો.કો. રમેશભાઈ કાળુભાઇ ને બાતમી મળી હતી કે \"બે અઠવાડિયા અગાઉ માંડવીથી કેબલ ચોરી કરનાર ઇસમો આજ રોજ કડોદરા ચાર રસ્તા નજીક આવેલ અકડામુખી હનુમાન મંદીરની સામે આવેલ ખુલ્લા મેદાનમાં ભેગા થયેલછે અને ચોરેલા વાયર વેચવામાં ફિરાકમાં છે.

જે બાતમી આધારે કડોદરા પોલીસની ટીમે વોચ ગોઠવી કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરની સામેના ખુલ્લી જગ્યા માંથી મહેન્દ્ર પિકપ GJ 19 X 9947 માંથી ચોરીના ફીનોલેક્સ કંપનીના વાયરના બે મોટા ડ્રમ સાથે દીનેશ પરિહાર (ઉ.વ 27 પાંડેસરા ) અને કીશોર માણીયા (ઉ.વ 35 ૨હે સરથાણા ) તેમજ વિકાશ ઉર્ફે ચીરંજીવ સોનકર (ઉ.વ 31 રહે વરાછા ) ની અટકયાત કરી ગાડીમાં રહેલા કેબલ વાયરના બે ડ્રમ કિંમત 6,10,122/- તે.તેમજ 5 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ 11,30,622/- રૂપીયાનો મુદ્દામાલ કડોદરા પોલીસ કબજે કરી તજવીજ હાથધરી છે .

અન્ય સમાચારો પણ છે...