4 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો:કડોદરા પોલીસે પ્રોહિબિશનના ગુનાના વોન્ટેડ આરોપીને પકડ્યો; બાતમીના આધારે રેડ કરી અટકાયત કરાઈ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં પ્રોહિબિશનનાં ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતેથી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી છેલ્લા 4 મહિનાથી વોન્ટેડ હતો.

છેલ્લા 4 મહિનાથી આરોપી ફરાર હતો
સુરત જિલ્લાની કડોદરા જી.આઈ.ડી.સી પોલીસને સુરત ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણીની આચાર સહીતાનાં અમલીકરણ દરમિયાન નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સૂચના મળી હતી. જે દરમિયાન કડોદરા પોલીસ મથકના પી.આઈ આર.એસ.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના તાતીથૈયા સહયોગ હોટલ પાસે જૂન મહિનામાં નોંધાયેલા કડોદરા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી આદેશ ઉર્ફે પિન્ટુ પ્રકાશભાઈ મોહેડ ઉભેલો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને વોન્ટેડ આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...