દારૂના વેપલા સામે પોલીસની લાલ આંખ:કડોદરા GIDC પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો; રૂ. 26 હજારથી વધુના મુદ્દામાલ સાથે 1ની અટકાયત; 1 વોન્ટેડ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસે પ્રિયંકા ગ્રીનસીટી નજીકથી જાહેરમાંથી એક ઇસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે બુટલેગર પાસેથી 26 હજાર 875નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

એકની ધરપકડ, એકને વોન્ટેડ જાહેર કરાયો
​​​​​​​કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ આર.એસ.પટેલને ખાનગી રાહે બાતમીના આધારે કડોદરા ગામ ખાતે પ્રિયંકા ગ્રીનસીટી, સમ્રાટ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં રેડ કરી હતી. જે રેડ દરમિયાન એક ઇસમ ભારતીય બનાવટની વિદેશી દારૂનાં જથ્થા સાથે ઉભો હતો. પોલીસે તેની અટકાયત કરી તેનું નામ-ઠામ પૂછતાં પોતાનું નામ નીરજ અનીત યાદવ જણાવ્યું હતું. જેની અટકાયત કરી તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 215 બોટલો, કિંમત રૂપિયા 26 હજાર 875નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે વિદેશી દારૂનું વેચાણ કરવા મુદ્દામાલ મંગાવનારા રીંકુ લક્ષ્મણ દુબેને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...