નાસતો ફરતો આરોપી ઝડપાયો:કડોદરા જી.આઈ.ડી.સી પોલીસે છેલ્લા 6 મહિનાથી પ્રોહીબીશનના ગુનાના વોન્ટેડ આરોપીને ચલથાણ ખાતેથી ઝડપી પાડ્યો

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાંથી ગત ઓગસ્ટ મહિનામાં પોલીસે 29,600નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની સાથે 2 મહિલા અને 1 પુરુષ બુટલેગરની અટક કરવામાં આવી હતી. જ્યારે અન્ય 1ને વોન્ટેડ જાહેર કરાયો હતો. જે વોન્ટેડ આરોપીની પોલીસે અટક કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના બાબતે પોલીસ સુત્ર પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, પલસાણા પોલીસ મથકના હે.કો હિતેષભાઈ રામજીભાઈને બાતમી મળી હતી. કે, ગત ઓગસ્ટ મહિનામાં ચલથાણ ખાતેથી પકડાયેલા વિદેશી દારૂના જથ્થાના વોન્ટેડ આરોપી શુશીલ આલોપી પ્રસાદ કુર્મી પટેલ કે જેઓ ચલથાણ ખાતે આવેલ રામનગરના નાકા ઉપર ઉભેલો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી અને છેલ્લા 6 મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...