પોલીસનો જાગ્રતી અભિયાન:કડોદરા GIDC પોલીસે E-FIRને લઈ માર્ગદર્શન આપ્યું, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં

બારડોલી17 દિવસ પહેલા
  • DYSPની અધ્યક્ષતામાં લોકોને પૂરું પડાયું

સુરત જિલ્લાના કડોદરા પોલીસ મથક ખાતે ઇ.એફ.આર.આઈને લઇને જરૂરી માગ્દર્શન DYSP ભાર્ગવ પંડ્યાની અધ્યક્ષતામાં આપવામાં આવ્યું હતું. હવેથી જનતાએ વાહન ચોરી , મોબાઈલ ચોરી, ભાડુઆતની વિગતો, NOC માટે પોલીસ મથકે નહિં જવા કરતા ગુજરાત પોલીસની સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ અને નાગરિક સીટીઝન પોર્ટલ પર ફરિયાદ કરી શકશે.

કડોદરા પોલીસ મથકમાં જાહેર જનતાને E-FRI કઈ રીતે કામ કરે છે. અને તેના કેટલા લાભો છે. તે અંગે એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન DYSP ભાર્ગવ પંડ્યાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. પોલીસ પણ હવે ડિજિટલ બનતા તે સેવાનો કઇ રીતે ઉપયોગ કરવો અને તેનો વ્યાપ વધારવા જાહેર જનતાને માહિતગાર કરવા માટે એક મીટિંગ કડોદરા GIDC પોલીસ મથકે રાખવામાં આવી હતી. જે મિટિંગમાં કડોદરા તેમજ આસપાસના ગામોના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. DYSP ભાર્ગવ પંડ્યાએ એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે. અને તેના ફાયદાઓ જણાવતા કહ્યું હતું કે આ એપના માધ્યમથી ખાસ કરી ને હવે વાહન ચોરી , મોબાઈલ ચોરી ભાડુઆતની વિગતો, NOC જેવી અનેક કામગીરી ડિજિટલ બનતા ઘરે બેઠા કામગીરી કરી શકાશે.

નાગરિકોએ પોલીસ મથક ખાતે જવાની જરૂર નહીં પડે. કારણ કે આવી ફરિયાદોમાં સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ અને નાગરિક સીટીઝન પોર્ટલ પર નાગરિકો સીધી ફરિયાદ કરી શકે છે. જે ગુજરાત સરકારની અનોખી પહેલ છે. ફરિયાદ ઉપરાંત ફરિયાદની કોપી પણ આ એપના માધ્યમથી ઘર બેઠા મળી રહેશે અને લોકો દ્વારા કરાયેલી ફરિયાદ આધારે 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી ઘટના સ્થળની મુલાકાત કરશે. ફરિયાદીને તેની જાણ SMS દ્વારા મળતી રહેશે ઉપરાંત આની જાણ જે તે વિમાં કંપનીને પણ અપડેટ થતી રહેશે. જેથી વીમો પકવવામાં સરળતા રહે તેમજ સમગ્ર ફરિયાદની પ્રક્રિયા 21 દિવસોમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ ગોહિલ, પીએસઆઈ સરવૈયા, ધીરજભાઈ સહિતના અધિકારીઓએ પ્રસંગોપાત પ્રવચનો કર્યાં હતાં....

અન્ય સમાચારો પણ છે...