જર્જરિત રસ્તો:કડોદ-મઢી રોડ પર ખાડા, નડતરૂપ ડિવાઈડર દૂર કર્યા બાદ માર્ગ ધૂળિયો

કડોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
મઢીરોડ જર્જરિત હાલતમાં - Divya Bhaskar
મઢીરોડ જર્જરિત હાલતમાં
  • કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં તકલાદી અને અણધડ કામગીરીને હાલ રસ્તો જર્જરિત

બારડોલી તાલુકાના કડોદથી મઢી તરફ જતા રસ્તાનું નવીનીકરણ બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. જેમાં સીસીરોડ, ડિવાઈડર અને બંને તરફ ગટર બનાવવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં તકલાદી અને અણધડ કામગીરીને હાલ રસ્તો જર્જરિત છે. થોડા જ સમયમાં સીસીરોડ પર ખાડા પડી જતાં કામગીરીની ગુણવત્તા કેવી છે તે જાણી શકાય છે. ખાડાને કારણે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે. આ અંગે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે. જોકે, તાલુકા પંચાયત હસ્તક રોડ હોવાથી તેનું રિપેરિંગ માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવશે હોવાનું એમ જણાવ્યું છે.

કડોદથી મઢી જતા રોડ પર ગત વર્ષોમાં 500 મીટર માર્ગનું બ્યુટીફિકશન કરવામાં આવ્યું હતું. જે કામગીરીમાં સીસીરોડ, રોડની બંને તરફ બોક્સ ડ્રેનેજ તેમજ ડિવાઈડર બનાવવામાં આવ્યા હતાં. બનાવેલા ડિવાઈડર અડચણરૂપ સાબિત થતાં ડિવાઈડરને દૂર કરવામાં આવ્યા છે. ત્યારબાદ રોડ પર ધૂમળની ડમળીઓ ઉડતાં પસાર થતાં વાહનો તેમજ રહીશોને તકલીફ પડી રહી છે.

આ ઉપરાંત બનાવેલ સીસીરોડ પર ઠેરઠેર ખાડા પડી જતાં રોડ જર્જરિત બની ગયો છે. જેથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે. રાત્રીના નાના વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. જર્જરિત માર્ગને જલદી બનાવવામાં માંગ ગ્રામજનો કરી રહ્યાં છે. ગ્રામ પંચાયતના શાસકો દ્વારા અનેક વાર સ્ટેટ આરએન્ડબીમાં રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી.

હાલ મજૂરો રજા પર છે
કડોદ મઢી રોડ પર ખાડા પડ્યા હોવા અંગે જાણ છતાં હાલ મજૂરો હોળીના તહેવાર નિમિત્તે રજા પર છે. અન્ય કામ શરૂ થતાં પહેલા રોડનું કામ કરવામાં આવશે. પ્રશાંતભાઈ, પીડબ્યુડી અધિકારી

અન્ય સમાચારો પણ છે...