પતંગના દોરાથી સાવધાન:ઉત્તરાયણના સપ્તાહ પૂર્વે જ બારડોલીમાં 2 અકસ્માત; એકનું ગળું કપાતાં 24 ટાંકા તો બીજાના પગનું હાડકું બહાર નીકળી ગયું

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્તની તસવીર - Divya Bhaskar
ઈજાગ્રસ્તની તસવીર
  • મોટા પ્રમાણમાં પતંગો ઉડતી થઇ જતાં માર્ગો બાઇકચાલકો માટે જોખમી બન્યા
  • બારડોલીના ગાંધી રોડ પર તાર બાંધી દીધા હોવા છતાં દોરો બાઇકચાલકને અડી ગયો

મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે હાલના સમયમાં નગર સહિતના જાહેર માર્ગો પરથી પસાર થતી વખતે મોટરસાયકલ ચાલકો માટે ઘણું જોખમી રહેતું હોય છે. બારડોલીમાં છેલ્લા બે દિવસમાં 2 મોટરસાયકલ ચાલકો પતંગના દોરા આવી જતા ગંભીર અકસ્માતની ઘટના બની છે.

ગુરુવારે બાબેનમાં એક યુવાનના ગળામાં દોરો આવી જતા કપાઈ જવાથી હોસ્પિટલમાં કુલ 24 ટાંકા આવ્યા છે, જ્યારે ગુરુવારે ગાંધીરોડ પર એક આધેડના મોઢા પર દોરો આવી જતા દોરો પકડવામાં રોડ પર પટકાતા પગમાં ગંભીર ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બારડોલી નગરમાં પાલિકાએ કડોદ રાજ્ય ધોરી માર્ગ પર પતંગના દોરાથી બચવા તાર બાંધવાનું શરૂ કર્યું છે, જ્યારે ગાંધીરોડ પર અગાઉથી તાર બાંધેલ હોવા છતાં પતંગના દોરાએ તહેવાર ટાણે જ આધેડને દોરાએ અકસ્માત કરી, હોસ્પિટલના બિછાને સારવાર લેવાની જરૂર પડી છે.

ઘટના-1ઃ મોઢા પર દોરો આવી જતા બાઇકસવાર આધેડ હટાવવા ગયા અને પટકાયા
બારડોલી નગરમાં નગીનભાઈની ચાલમાં રહેતા પ્રવીણભાઈ મંગુભાઇ પટેલ જે બારડોલી સુગરમાં નોકરી કરે છે. શુક્રવારના રોજ બપોરના સમયે પોતાની મોટરસાયકલ પર ગાંધીરોડ પરથી પસાર થતો હતો ત્યારે, કેનેરા બેક નજીક પતંગનો દોરો મોઢાના ભાગે આવી જતા , પ્રવીણભાઈ પકડવા જતા, અચાનક સ્ટેરિંગનો કાબુ ગુમાવી રોડ પર પટકાયા હતા. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પગનું હાડકું બહાર આવી ગયું હોવા છતાં આધેડની હિંમતને દાદ આપી શકાય. તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી સાંજે સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. ઓપરેશન કરવાની નોબત આવી છે.

ઘટના-2ઃ બાબેન ગામે બાઇક પર સામાન લઈને પરત ફરી રહેતા યુવકના ગળામાં અચાનક પતંગનો દોરો ભેરવાતા ગંભીર ઇજા પહોંચી
મૂળ બાબેન ગામના અને હાલ ધાતવા ગામે રહેતા કૈલાશ દગાભાઈ ભોંય, પોતાની મોટરસાયકલ લઈ બપોરે સામાન લઈ બાબેન ગામેથી મોટર સાયલક પર પસાર થઈ રહયો હતો, ત્યારે અચાનક ગળામાં પતંગનો દોરો આવી જતા, ગળાનો ભાગ કપાઈ જતા, તત્કાલિક સારવાર માટે સરદાર હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અંદરના ભાગે 15 અને બહારના ભાગે 9 મળી કુલ 24 ટાંકા આવ્યા છે.

બાઇક પર ગાર્ડ મુકવાની સાથે નેક બેલ્ટ પહેરો
પર્વના માંડ થોડા દિવસ બાકી છે, ત્યારે પતંગ રસિયાઓ આકાશે પતંગબાજી શરૂ કરી છે. ત્યારે જાહેરમાર્ગ પર અવર જ્વર કરતા મોટરસાયકલ ચાલકોએ સાવચેતી રાખવી જરૂરી છે. મોટર સાયકલ પર સ્ટેન્ડ લગાવવા જોઈએ. ગળામાં બેલ્ટ ફરજિયાત પહેરવો જોઈએ. જ્યાં પતંગબાજી થતી હોય ત્યાં વાહનો ધીરે ચલાવવા, ફોરવહીલ ચાલકો આવા વિસ્તારમાં વાહનો ચલાવવા, કારણ દોરા ભેરવાઈ જતા હોય, ત્યારે મોટરસાયકલ સવારો માટે ઘાતક બની શકે. રસ્તા પર દોરા લટકતા દેખાઈ તાત્કાલિક થોભી માર્ગ પરથી દૂર કરવા જોઈએ. > જતીન રાઠોડ, પ્રમુખ, ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ, બારડોલી

આ વિસ્તારોમાંથી પસાર થતી વેળા દોરાથી સાવધાન
બારડોલી નગરના ગાંધીરોડ પરથી પસાર થતી સમયે મોટરસાયકલ ચાલકો ખૂબ સાવચેતી સાથે અવર જ્વર કરે. આ માર્ગ પર દોરાથી કપાઈ જવાના અકસ્માત વધુ બનતા હોય છે. જ્યારે બીજો તલાવડીથી હુડકો સોસાયટી સુધી પણ સાવચેતી સાથે મોટરસાયકલ હંકારવાની જરૂરી છે. આ ઉપરાંત ઉત્તારયના દીવસોમાં બાઇક ધીમી ચલાવવી પણ હિતાવહ છે.

અગાઉ પણ પતંગના દોરાથી અનેકનો ભોગ લેવાયો છે
પતંગના દોરથી ભૂતકાળમાં ગાંધીરોડ પર આશાસ્પદ યુવાધનનો તારલાનું ગળું કપાય જતા, સારવાર દરમિયાન મોત થયું હતું. નગરમાં પતંગ રસિયાઓ મકરસંક્રાંતિ પર્વ પહેલા જ જોર શોરથી પેચ લગાવવાનું શરૂ થઈ જતું હોય છે. વધુમાં પક્ષીઓ માટે પણ સવારે અને સાંજે પતંગનો દોરો આ પર્વ ઘણો ઘાતક બનતો હોય છે.