બારડોલી તાલુકાના મસાડ ગામે રહેતા 58 વર્ષીય આધેડ 9મી જાન્યુઆરીએ બપોરના સમયે મઢીથી માંડવી તરફ જતા રોડ પર વાંસકૂઈ ગામની સીમમાંથી પોતાની મોટરસાઈકલ લઈને પસાર થઈ રહ્યા હતાં ત્યારે રસ્તો ક્રોસ કરવા જતાં સામેથી આવતી પોલીસના વાહન સુમો સાથે અથડાવી દીધી હતી.
જેમાં આધેડ રોડ પર પટકાતા તેને માથામાં ગંભીર ઈજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેલ સિપાહીની સુમો નં (GJ-03GA-0095) 9મી જાન્યુઆરીના રોજ બપોરના સમયે નવસારીથી રાજપીપળા જઈ રહ્યા હતાં ત્યારે વાંસકૂઈ ગામની સીમમાંથી પસાર થતી હતી. ત્યારે બારડોલી તાલુકાના મસાડ ગામે જૂની ટાંકી ફળિયામાં રહેતા 58 વર્ષીય હસમુખભાઈ છગનભાઈ પટેલ નાઓ પોતાની મોટરસાઈકલ સરકારી વાહન ટાટા સુમો સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં હસમુખભાઈ રોડ પર પટકાતા તેમને માથાના ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે કિશનભાઈ ચૌધરી (27) (રહે. હાલ રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ બસો ક્વાટર્સ અમદાવાદ )એ પોલીસ ફરિયાદ નોધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.