વરણી:જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે જગદીશ પારેખ

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષથી જિલ્લા મહામંત્રી પદે હતા

સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સંદીપભાઈ દેસાઈએ ચોર્યાસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવતાં કાર્યકારી પ્રમુખ તરીકે જગદીશભાઈ પારેખની વરણી થતાં માંડવી વિસ્તારમાં ખુશીની લહેર ઉઠી હતી. સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી જગદીશભાઈ પારેખ વર્ષોથી પક્ષને સુરત જિલ્લામાં મજબૂત કરવા કટિબદ્ધ રહ્યા હતાં.

જેઓ માંડવી નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ પૂર્વ કારોબારી અધ્યક્ષ તથા ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના પૂર્વ ડિરેક્ટર તથા માંડવી એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. છેલ્લા દોઢ વર્ષથી જિલ્લા મહામંત્રી તરીકેની અસરકારક કામગીરી બાદ મળેલ નવી જવાબદારીને કાર્યકરોએ વધાવી ફટાકડા ફોડી અભીનંદન પાઠવ્યા હતાં. વિધાનસભાની માંડવી બેઠકના પરિણામ માટે નિયુક્ત ખુબ જ સૂચક બનવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...