તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહિંસાનો અર્થ:ધર્મ અને સંસ્કૃતિની સામે બળવો કરનારને સીધા કરવા તે પણ અહિંસા

બારડોલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કીમ સ્થિત શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયના અશોક ભવનમાં પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજની પાવન પધરામણી થતાં કીમ જૈન સંઘમાં હર્ષોલ્લાસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ પવન પ્રસંગે ધર્મસભાનું આયોજન થયું હતું.

પૂ. પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે શ્રોતાઓ સમક્ષ જણાવ્યું હતું કે સત્વ વિના સિદ્ધિનું પ્રાગટ્ય થતું નથી. પ્રભુ મહાવીર સત્વમૂર્તિ હતાં. કર્મોની સામે સંગ્રામ ખેલવા સત્વ જોઈએ. અહીંસાના આદર્શોને જીવંત કરવા સત્વ જોઈએ. અહિંસાનો મતલબએ નથી કે તમારા ધર્મ સામે ગમે તેવી રાજરમતો રમતા હોય તો પણ તમે શાંત અને સ્વસ્થય બની રહો. ધર્મની સામે અને સંસ્કૃતિની સામે બળવો કરનારને સીધા દોર કરી નાંખવા તે પણ અહિંસા છે. સમય આવ્યે તલવાર પણ ઉંચકવી પડે તે પણ અહિંસા ધર્મ છે. જૈન પ્રજા શાંતિપ્રિય પ્રજા છે. એ ક્યારેય કોઈને પણ ત્રાસ આપતી નથી. ત્રાસને ખમી લેવો એ જૈનોના લોહીમાં છે પણ ધર્મની સામે અડપલા કરનારાને સબક શીખવાડવો એ પણ અહિંસા જ છે.

અહિંસાનો અર્થ સંકુચિત નથી વિશાળ છે. રાજસ્થાનનું અનુપ મંડળ જૈનોની ઉપર ખોટા આક્ષેપો મુકીને બદનામ કરવાનું કામ કરી રહ્યું છે. કોરોના લાવનાર જૈનો છે. વરસાદને અટકાવનાર જૈનો છે. આવા વજુદ વિનાના આક્ષેપો કરીને જૈનોને સતાવવાનું કામ અનુપ મંડળ કરી રહ્યું છે. કોઈના સત્વને કે સત્યને છંછેડવાનું કામ કરતાં નહીં. જૈન ધર્મએ સુરવીરોનો છે. કાયરોનો નહીં.

અન્ય સમાચારો પણ છે...