તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર રિયાલિટી ચેક:ઓરડામાં માત્ર ગાદલા પાથરી કહી દેવાયું 86 ગામમાં આઇસોલેશન સેન્ટર તૈયાર છે

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલીના 5માંથી 4 આઇસોલેશન સેન્ટર પર તાળાં લાગ્યા, 1માં કોઇ હાજર જ નહોતું - Divya Bhaskar
બારડોલીના 5માંથી 4 આઇસોલેશન સેન્ટર પર તાળાં લાગ્યા, 1માં કોઇ હાજર જ નહોતું
  • તંત્રનું તિકડમ : બારડોલી તાલુકામાં ‘મારૂ ગામ કોરોના મુક્ત’ અભિયાનના દાવા પોકળ

મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત બારડોલી તાલુકામાં 558 બેડની સુવિધા સાથે 86 આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા હોવાના તંત્રના દાવા બાદ દિવ્ય ભાસ્કરે તાલુકાનાં 5 જેટલા ગામોમાં રિયાલીટી ચેક કરતાં 4 ગામોમાં તાલુકા પંચાયતના તાબા હેઠળ બનેલા આઇસોલેશન વોર્ડને તાળાં મારેલા જણાયા તો એકમાત્ર રાયમમાં કોવિડ આઇસોલેશન વોર્ડ ખુલ્લો હતો અને ત્યાં પણ કોઈ કર્મચારી હાજર ન હતા અને શાળાના ઓરડામાં નીચે 5 તકિયા કે ચાદરની પણ સગવડ વિના માત્ર ગાદલાં પાથરી કોઈ પણ સુવિધા વિના આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો હતો.

બારડોલી તાલુકાનાં મોટેભાગના ગામોમાં કોવિડ આઇસોલેશન વોર્ડમાં કોઈ પણ કર્મચારીઓ હાજર ન હતા સાથેજ મોટેભાગના કોવિડ આઇસોલેશન વોર્ડને તાળાં મારેલા નજરે પડ્યા હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગામમાં જ કોરોનાના દર્દીની સારવાર આપવા માટે બનાવાયેલા આઇસોલેશન વોર્ડની હાલત જોતાં જાણે કોરોના દર્દીઓ સાથે સરકારી તંત્ર દ્વારા મજાક કરવામાં આવતી હોય તેવા વોર્ડ બનાવવામાં આવ્યા છે.

બાબેન આઈસોલેશન સેન્ટરને લાગેલા તાળાં
બાબેન આઈસોલેશન સેન્ટરને લાગેલા તાળાં

તલાટીઓને ખાટલાની વ્યવસ્થા કરવા સૂચના અપાઇ
બારડોલી તાલુકામાં માત્ર જમીન પર ગાદલાં પાથરીને બનાવાયેલા આઇસોલેશન વોર્ડ બાબતે બારડોલી તાલુકા વિકાસ અધિકારીને મોડે મોડે ખ્યાલ આવતા દરેક તલાટીઓને ખાટલાની વ્યવસ્થા કરવા માટે સૂચન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. ત્યારે તલાટીઓ ક્યાથી ખાટલા લાવે એ જોવું રહ્યું.

દર્દીઓ માટે ભોજનની વાતો પણ હવામાં
તાલુકાનાં એક ગામના સરપંચા જણાવ્યા મુજબ કોવિડ આઇસોલેશન વોર્ડ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ સારવાર અર્થે આવનારા દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા કઈ રીતે કરવી એ તો દર્દીઓ આવે પછી જ ખબર પડશે ગ્રામ પંચાયત દ્વારા જ જમવાની વ્યવસ્થા કરવા માટેની ચર્ચા હાલ તો સંભળાઈ રહી છે.પરંતુ આ વાતો પણ હાલ હવામાં હોય એમ લાગી રહ્યું છે.

પલસોદમાં 1 દર્દી દાખલ થયો
​​​​​​​પલસોદ ગામે ગામમાં બનાવાયેલા આઇસોલેશન વોર્ડમાં કોરોનાના લક્ષણ ધરાવતા એક દર્દીને મોડી સાંજે દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીએ જમીન પર પાથરેલા ગાદલા પર સુવાની ફરજ પડી હતી. તો વહીવાટી તંત્ર દ્વારા દર્દીને જમવાની વ્યવસ્થાનો દાવો પણ પોકળ પુરવાર થયો અને દર્દીને જાતે ઘરેથી જમવાની વ્યવસ્થા કરવા જણાવાયું ત્યારે જમવાનું લઈ આવનારા દર્દીના અન્ય સગાઓ પણ દર્દીના સંપર્કમાં આવી કોરોના સંક્રમિત થવાની શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...