અકસ્માત:રોડના કિનારે ઉભેલા ઇસમને બાઇકે અડફેટમાં લેતાં મોત

માયપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ નિઝરના આધેડને વાલોડમાં અકસ્માત

વાલોડમાં પુરઝડપે જતી બાઇક માર્ગ પર સાઈડ પર ઊભા રહે ઈસમને અડફેટ લેતા સારવાર દરમ્યાન મરણ થયું હતુ. વાલોડ ખાતે નવા ફળિયા ખાતે શેરડીના પડાવમાં રહેતા અને મૂળ ખડકલા,તા. નિઝર ખાતે રહેતા માનસિંગ ભાઈ જેમુભાઈ ગાવિતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનાં પિતા જેમુભાઈ લાલજીભાઈ ગાવિતને વાલોડ બારડોલી માર્ગ પર નવા ફળિયા ખાતે રોડની સાઈડમાં ઉભા રહી વાત કરી રહ્યા હતા.

ત્યારે એક બાઇક (GJ 19 Q 2749) ના ચાલાકે પોતાની બાઈક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોડની સાઈડ પર ઉભેલ જેમુભાઈને અડફેટમાં લીધા હતા. મોટર સાઈકલ ચાલક અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો. આ અકસ્માતમાં જેમુભાઈને માથાના ભાગે, ડાબા પગ અને હાથે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા સારવાર દરમિયાન મરણ નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...