કાર્યક્રમ:સિકલસેલ પરામર્શ બેઠકમાં ડો.જ્યોતિષ પટેલને આમંત્રણ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિકલસેલનો પ્રશ્ન ઘણા વર્ષોથી સરકાર સમાજ અને તબીબ જગત માટે પડકારરૂપ બન્યો છે. રકત્તકણમાં રહેલા હીમોગ્લોબીનની જન્મજાત નામ ધરાવતો આ રોગ પેઢી દર પેઢી વારસામાં ઉતરે છે. ભારત દેશમાં અડધાથી વધારે રાજ્યોમાં સિકલસેલનો પ્રશ્ન વ્યાપક છે. જ્યારે અન્ય રાજ્યોમાં એનુ પ્રમાણ ઓછું છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સામાં સિકલ સેલનું પ્રમાણ અનુસુચિત જનજાતિ, અનુસુચિત જાતિ, ઓ.બી.સી. તેમજ અન્ય જનસમુદાયમાં 10થી 30 ટકા જેટલું જોવા મળે છે. જેને માતા કે પિતા કોઈ એકમાંથી આ પ્રકારની ખામી ઉતરે છે અને સિકલ સેલ ટ્રેઈટ (વાહક) કહેવાય છે. એને આજીવન કોઈ પણ સારવારની જરૂર નથી. પરંતુ જેને માતા અને પિતા બન્નેમાંથી સિકલ સેલની ખામી વારસામાં મળે છે.

બારડોલીમાં ભારત દેશનું પ્રથમ સિકલ સેલ સારવાર કેન્દ્ર વરસોથી ચલાવી રહેલા સિકલ સેલ એક્ષપર્ટ છે. ડૉ જ્યોતિષ પટેલની ટીમ સિકલ સેલ ક્રાઈસીસનાં ગંભીર દર્દીને બચાવવાનો ભગીરથ પ્રયાસ કરી ઊંચી સફળતા હાંસલ કરી રહ્યા છે.

એમના બહોળા અનુભવ અને કરેલા સંશોધનોને રજૂ કરવા એમને તા. 21 અને 22 મીએ રાયપૂર (છત્તીસગઢ) ખાતે વૈજ્ઞાનિકો અને છત્તીસગઢનાં તબીબો દ્વારા આયોજીત સિકલ સેલ મંથન બેઠકમાં બોલવાયા છે. આ બેઠકમાં જીનથેરાપી એટલે કે સિક્લ સેલને જડમૂળથી નાબૂદ કરવા માટેની સારવારના ફાયદાઓ સંભવિત આડઅસરો અને ભાવિ પરિણામો વિશે વિસ્તૃત ચર્ચામાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...