ચોરીનો ભેદ ઉકેલાયો:મોબાઈલ ચોરોની આંતરરાજ્ય ગેંગને મુંબઇથી પકડી લેવાઈ

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કડોદરા પોલીસ - ફાઈલ તસવીર - Divya Bhaskar
કડોદરા પોલીસ - ફાઈલ તસવીર
  • વરેલીમાં 8 .77 લાખના મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો

દોઢ મહિના અગાઉ પલસાણાના વરેલી ગામે તસ્કરો મોબાઇલની દુકાનનું શટર ઊંચકી લાખ્ખોની કિંમતના મોબાઈલ તેમજ એસેસરીઝની તસ્કરી કરી હતી જેમાં દુકાનદારે ફરિયાદ આપતા પોલીસ તપાસમાં જોતરાઈ હતી. તપાસ દરમિયાન બે પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે તેઓ મુંબઈ છે. જેથી કડોદરા પોલીસની ટિમ મુંબઈ ગઈ રીઢા 6 ગુનેગારોને લાવી 6 લાખથી વધુનો મુદામાલ રિકવર કર્યો હતો.

4 એપ્રિલના વરેલી ખાતે ચામુંડા મોબાઈલનું શટર ઊંચકી તસ્કરો દુકાનમાંથી 8,77,474 લાખના સ્માર્ટ ફોન તેમજ CCTV કેમરાનું DVR ચોરી ફરાર થઈ ગયા હતા કડોદરા પોલીસે દુકાનદાર ફરિયાદ લઈ વધુ તપાસ હાથહરી હતી.જે અંતર્ગત થોડા દિવસ અગાઉ કડોદરા પોલીસના હે.કો.હરેશભાઇ ખુમાભાઈ તેમજ પો.કો.વિક્રમભાઈ ગંધુભાઈ નાઓને અંગત રાહે બાતની મળી હતી કે આરોપી મુંબઈ છે તેમજ ચોરાયેલા મોબાઈલ વેચવાના ફિરાકમાં છે.

બાતમી આધારે કડોદરા પોલીસની ટીમ મુંબઈ ગઈ આનંદ જૈન તેમજ તિરૂમલ કેશતૈયા તેંમજ તેજસ આંબેડકરને ચોરીના મોબાઈલ લેનાર આરોપી તરીકે ઝડપી 3,27,327ના 26 ચોરાયેલા મોબાઈલ કબ્જે લીધા હતા. પૂછપરછમાં આ મોબાઈલ શૈતાનસિંગ સોલંકીનું નામ ખુલતાં પોલીસે તેને વાપીથી દબોચી કડોદરા પોલીસ મથક ખાતે લાવ્યા હતા, જ્યાં કડકાઈથી પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર તરીકે શૈતાનસિંગનું નામ સામે આવ્યું હતું.

પોલીસ આ ગુનામાં સંડોવાયેલા જોળવા રહેતા કૈલાશ માળી અને ધીરેન્દ્રસિંગ રાજપૂતની પણ અટકાયત કરી હતી. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ વેચીને રાખેલા 3 લાખ તેમજ 3,27,327ના મોબાઇલ તેમજ આ ગુનામાં વપરાયેલી કાર તમેજ શટર કાપવાના હથિયાર મળી 10,48,827નો મુદામાલ કબ્જે લઈ મુંબઈના ભાયંદર રહેતા મહેન્દ્ર મેઘવાલે ચોરીના મોબાઈલ સસ્તા ભાવે ખરીદ્યા હોવાથી વોન્ટેડ જાહેર કરી ગુનાનો ઉકેલ આણ્યો હતો.

ચોરીના કેસમાં પકડાયેલા 6 આરોપી

  • શૈતાનસિંગ જશવંતસિંગ સોલંકી (રહે.,વાપી મુળ રહે. ઝાલોર, રાજસ્થાન)
  • આનંદ કિશોરકુમાર કપુરચંદ જૈન (રહે., ભાઇન્દર વેસ્ટ મુળ રહે. ઝાલોર, રાજસ્થાન)
  • કૈલાશ લેહરૂલાલ પોપટજી માલી (રહે., કામરેજ મુળ રહે.રાજસમંદ, રાજસ્થાન)
  • ધીરેન્દ્ર પ્રતાપસિંગ ભિષમસિંગ જયનારાયણસિંગ રાજપુત (રહે., જોળવા પાટીયા મુળ રહે, પ્રતાપગઢ, યુપી)
  • તિરૂમલ રામલિંગમ કિટૈયા મેરગુ (રહે., મુબંઇ)
  • તેજેસ હરી બાજી આમ્બેકર (રહે., નાગપાડા મુબંઇ -8)

આ રીતે આપ્યો ચોરનીએ અંજામ
શૈતાનસિંગ રાજપૂત માસ્ટર માઈન્ડ મુખ્ય સૂત્રધાર છે તે અગાઉ મુંબઈમાં 4 થી વધુ ચોરીમાં પકડાઈ ચુક્યો છે તે હથિયાર વળે ગણતરીના મિનિટોમાં દુકાનનું શટર તોડવાની કુશળતાં ધરાવે છે. વાપી રહેતા શૈતાનસિંગને જેલમાં જોળવાના કૈલાશ માળી અને ધીરેન્દ્ર પ્રતાપસિંગની ઓળખાણ થઈ હતી.

કૈલાશ માળી અને ધીરેન્દ્રસિગે ઘટનાના બે દિવસ રેકી કરી વરેલીની દુકાનમાં ચોરીને અંજામ આપવા વાપીથી શૈતાનસિંગને બોલાવ્યો હતો. ઘટનાના દિવસે શૈતાનસિંગ એકલાએ વરેલીની ચામુંડા મોબાઈલના દુકાનનું શટર કાપી ચોરીને અંજામ આપી ચોરીનો માલ મુંબઈ આનંદ જૈનને વેચવા માટે કૈલાશ માળી અને ધીરેન્દ્ર રાજપૂતને આપ્યો હતો. બાદ તેઓએ આનંદ જૈનને માલ વેચ્યો હતો. આનંદ જૈનએ મુંબઈના તુરૂમલ અને તેજસ આંબેકરને વેચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...