સહાય:94 અંતરિયાળ ગામોને આત્મનિર્ભર બનાવવાની પહેલ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીના દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા અંતરિયાળ ગામોને આદર્શ બનાવવાનું અભિયાન

ગ્રામજનો જ ગુજરાતની વાસ્તિવક છબી છે. આ ગ્રામએકમોને વધુ સુસજ્જ અને આત્મનિર્ભર બનાવવા બારડોલી સ્થિત દિવાળીબહેન ટ્રસ્ટે 2018થી પહેલ આદરી હતી. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 416 ગામોમાં સર્વાંગી વિકાસની યાત્રા, ગ્રામોદય નામના પ્રોજેક્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 70 ટકા ટ્રસ્ટ દ્વારા સહાય થકી આદિવાસી ગામોમાં લોકોને મદદરૂપ થાય અને ગામ આત્મનિર્ભય બને તે માટે પ્લાસ્ટિકની ખુરશી, બાકડા, સાઉન્ડ સિસ્ટમ, મંડપ, વાસણોની મદદ કરી ગામને પગભર બનવા માટે મદદ કરી છે.

બારડોલી સ્થિત દીવાળી બેન ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ગામની મૂળભૂત સંસ્કૃતિને અકબંધ રાખી અલગ અલગ પ્રકારની 56 સેવા પ્રવૃત્તિઓ જેવી કે ગ્રામ મુકુર જેમાં દર બે મહિને ગ્રામજનોના સહયોગથી ગ્રામ સફાઈ, વિશ્રામ ચોક, સ્વાસ્ત્ય જાગૃતિ અભિયાન, બાળ મહોત્સવ, મહિલા સશક્તિકરણના પ્રયાસ સમા સિવણ કેન્દ્રો, બ્યુટી પાર્લર કેન્દ્રો, યુવા રોજગાર, શિક્ષણ, માસિક ધર્મ જાગૃતિ, પ્રૌઢ શિક્ષણ પ્રકલ્પોનું સુઆયોજિત રીતે 4500 માનવ સેવકો દ્વારા પાર પાડવામાં આવે છે.

આ સાથે જ કલ્યાણમયી પ્રવૃત્તિ આત્મનિર્ભર ગ્રામ સર્જન દ્વારા ગામોમાં દૈનિક પ્રસંગોમાં સામુદાયિક રીતે જરૂર પડતી સાધન સામગ્રી હાથવગી હોય તો પરતંત્રતાને લાચારી ઘટે, ગ્રામસભા, ગણેશ ઉત્સાવ, શાળા પ્રવેશોત્સવ, નવરાત્રી કે અન્ય કોઈ શુભ પ્રસંગોમાં સભા, બેઠક કે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખુરશી, મંચ, માઈક-સાઉન્ડ, સોફા, મંડપ, રસોઈ માટેના સાધનો પાણી મોટર-સ્ટાર્ટર આદિની સામગ્રી જો ગામની માલિકીની હોય તોભાડા બચે અને નકામી દોડધામ બચે, આ કામી મુશ્કેલી નિવારવા દિવાળીબહેન ટ્રસ્ટ દ્વારા આત્મનિર્ભર ગ્રામ બનાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ માટે ગામના સ્થાનિક અગ્રણીઓ, સરપંચ તથા વડીલોને સાથ લઈને જરૂરી ચીજ વસ્તઓ વસાવવા માટે સૌને પ્રેરિત કરવામાં આવ્યા છે.

ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી સહાય

  • ખુરસી 1700, 24 ગામમાં
  • બાકડા 100, 5 ગામમાં
  • સાઉન્ડ સિસ્ટમ , 10 ગામમાં
  • મંડપ , 7 ગામમાં
  • રસાઈના વાસણો 48 ગામમાં વિતરણ કરાયું.
અન્ય સમાચારો પણ છે...