તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબિનાર:કેરીમાંથી બનાવાતી મુલ્યવર્ધિત વસ્તુઓની માહિતી અપાઇ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતે મુલ્યવર્ધન અંગે વેબિનાર કર્યો

નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા કેરીમાં મુલ્યવર્ધન અંગે વેબિનાર યોજાયો હતો. કેન્દ્ર દ્વારા જિલ્લાના ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતી તેમજ પશુપાલનને લગતી વ્યાવસાયિક તાલીમ પૂરી પાડવામાં આવે છે. આ સાથે યુવકો અને ખેડૂતો માટે રોજગારીની તકો ઉભી થાય તેમજ હાલ કેરીની માંગને ધ્યાનમાં રાખીને બારેમાસ તેને ઉપયોગમાં હેતુથી વ્યવસાયિકલક્ષી વિવિધ વિષયોને આવરી લેતો વેબિનાર યોજાયો હતો.

સેમિનારમાં સ્વાસ્થ્યવર્ધક કેરીની ગોટલીનો મુખવાસ, રસનું બોટલિંગ, કેરીનો જામ, પાપડ, ફૂટી, આમપજ્ઞા, ચટણી જેવી અનેક વસ્તુઓનું મૂલ્યવર્ધન કેવી રીતે કરી શકાય એ વિશેની જાણકારી આપવામાં આવી હતી. કેવિકે વૈજ્ઞાનિક પ્રો.ગીતા ભીમાણીએ ફળોનું આહારમાં મહત્વ અને કેરીના પોષક તત્વો વિશે વિસ્તૃત વાત કરી કેરીના મૂલ્યવર્ધિત બનાવટોનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સપ્રમાણ માપ અને પદ્ધતિ સાથે ઊંડાણમાં સમજ આપી નાગરિકોના પ્રશ્નોની સચોટ માર્ગદર્શન આપ્યું હતું. વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જે.એચ. રાઠોડે કેરીના મૂલ્યવર્ધન કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ઘણા તાલીમાર્થીઓ ગૂગલ મીટના માધ્યમથી જોડાયા હતા. તેમજ ૭૮ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનો ઉત્સાહપૂર્વક ઓનલાઇન જોડાઈ માર્ગદર્શનનો લાભ લીધો હતો. આ સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળના સભ્યોની સાથેના સ્ટાફે હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...