તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મોંઘવારી અને ખેડૂતોને યોગ્ય ભાવો ન મળતાં હાલત કફોડી

બારડોલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતને આવેદનપત્ર આપી મોંઘવારી કાબૂમાં કરવા અપીલ

કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીએ માઝા મુકી છે, જેના કારણે સામાન્ય નાગિરક કપરી પરિસ્થિતમાં મુકાયો છે. જીવન જરૂપિયાની વસ્તુના ભાવ આસમાને પહોંચતાં ઘર ચલાવવું કઠીન બની ગયું છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. જે પરિસ્થિતિથી વાકેફ કરતું આવેદનપત્ર બારડોલી પ્રાંત વી. એન. રબારીને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હતું.

બારડોલી નગર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકોરએ મંગળવારના રોજ બારડોલી પ્રાંત અધિકારી વી. એન. રબારીને એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારી વચ્ચે બારડોલી તાલુકા અને નગરમાં લોકો પરેશાન થઈ ગયા છે. લોકોના વેપાર ધંધા બંધ થઈ ગયા છે. કેટલાક લોકો બેરોજગાર થઈ ગયા છે.

આવી વિકટ પરિસ્થિતિમાં મોંઘવારી એ માઝા મુકી છે. પેેટ્રોલ ડિઝલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમજ શાકભાજી અને ફળના ભાવમાં પણ ત્રણ ચાર ઘણો વધારો થયો છે. આવા કપરા સંજોગોમાં ખેડૂતોને પોતાના ખેત પેદાશના પૂરતા ભાવ મળતા નથી. વચેટિયાઓ અને રિટેલરો ભાવ મોઘા ભાવે વસ્તુઓ વેચી રહ્યાં છે. જેની સીધી અસર જનતાને પડી રહી છે. આ સમસ્યાનું યોગ્ય નિકારણ લાવવા માટે આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ કાર્યકરોએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...