બાકીદારોને રાહત:બાકી વેરાનું વ્યાજ-પેનલ્ટી માફ કરાતા રિકવરી વધી

બારડોલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રોત્સાહક વળતર યોજના અમલી

બારડોલી નગરપાલિકાના બાકીદારોનો વેરો બાકી હોય, તેમના માટે આઝાદી કા અમૃત મહોત્સવની વળતર યોજના ફાયદા કારક બની રહી છે. બાકીદારો 31મી માર્ચ સુધીમાં અગાઉનો બાકી વેરો ભરવામાં આવે તો, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી નોટિશની માફી આપવામાં આવે છે. પાલિકાએ અત્યાર સુધી 350 બાકીદારોને નોટિસ આપી હોય, વેરવિભાગની ટીમ બાકીદારોના ઘરે ઘરે જઈ સમજાવતા 3 દિવસમાં 56 બાકીદારોએ બાકી વેરો ભરી જવાથી 2.66 હજાર રૂપિયા માફી મેળવી છે. આ યોજનામાં માર્ચના અંત સુધીમાં સારી બાકી રકમ ભરાઈ જવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બારડોલી નગરપાલિકાનું 6.76 કરોડના માંગણું સામે અત્યાર સુધીમાં 5.20 કરોડ રૂપિયાની વસુલાત થતા 77 ટકા કામગીરી થઈ છે. પાલિકાએ અત્યાર સુધી 350 બાકીદારોને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ બાકી વેરો ભરવા બાકીદારો આગળ આવતા ન હતા. પરંતુ તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ યોજનામાં 31મી સુધીમાં વ્યાજ-પેનલ્ટી વોરંટ ફી-નોટિસ ફીની રકમ 100 ટકા માફ કરાશે. જે અંગેની દરેક નોટિસ ધારકોને ઘરે ઘરે જઈ સમજાવતા આખર 3 દિવસમાં જ 56 બાકીદારો અગાઉનો જુના સહિત વેરો ભરપાઈ કરી ગયા છે. અને 2.66 લાખ રૂપિયા બાકીદારોએ માફી મેળવી છે.

વધુમાં નાણાકીય વર્ષમાં મેં સુધી.આ વેરાની રકમ ભરતા 10 ટકા વળતર પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પણ બીજી જાહેરાત પણ કરવામાં આવી છે. 3 દિવસ પહેલા યોજના અમલમાં આવતા લોકો જાગૃત બની બાકી વેરો ભરપાઈ કરવા આવી રહ્યા છે.

એડવાન્સ વેરો ભરનારને 10 ટકા વળતર

  • 2022-23ના નાણાંકીય વર્ષના વેરાની રકમ તા. 31 મે-2022 સુધીમાં એડવાન્સ ભરનારા નગરજનોને 10 ટકા વળતરનો લાભ અપાશે.
  • તા.31 મે 2022 સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું 5 ટકા વળતર મળશે.
  • અગાઉના વર્ષોના બાકી વેરાની રકમ તા.31 માર્ચ 2022 સુધીમાં ભરપાઇ કરનારાઓને વ્યાજ-પેનલ્ટી વોરંટ ફી-નોટિસ ફીની રકમ 100 ટકા માફ કરાશે.
  • ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા.31 મે 2022 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું 5 ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 15 ટકા વળતરનો લાભ મળશે.
અન્ય સમાચારો પણ છે...