પ્રાચીન સમયમાં લોકો ભોજન બનાવવા અને પીરસવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. પરંતુ સમય બદલાતા અને ટેકનોલોજી આવતાં પિત્તળ, તાંબા, એલ્યુમિનિયમ, સ્ટીલ અને કાચના વાસણનો ઉપયોગ થવા માંડ્યો છે.
હાલમાં નોનસ્ટીક વાસણોનું ચલણ વધુ છે. આવા વાસણો રોગને આમંત્રણ આપનારા હોવાના અહેવાલો પ્રાપ્ત થતા રહે છે, પરંતુ લોકો ગણકારતા નથી.કોરોનાના કાળ બાદ લોકો આરોગ્ય પ્રત્યે ખૂબ જ ગંભીર બની ગયા છે. આરોગ્યને લગતી નાની બાબતો પર ધ્યાન આપતાં થયા છે. હવે ફરીથી માટીના વાસણમાં રસોઈ બનાવવાનું ચલણ વધવા લાગ્યું છે.
વૈદ્ય પિયુષ પટેલ(ભામૈયા આયુર્વેદ કેન્દ્ર)ના જણાવ્યા અનુસાર માટીના વાસણમાં ખોરાક રાંધવા અને ખાવાથી ધાતુ શરીરની અંદર જતી નથી. જમીનમાં કોઈ રસાયણ નથી, જેના કારણે લોકો જલ્દી બીમાર થતા નથી. તેઓ કહે છે કે માટીના વાસણમાં નાના છિદ્રો આગ અને ભેજને સમાન રીતે ફેલાવવા દે છે. જેના કારણે ખોરાકના પોષક તત્વો સચવાય છે.
માટીના વાસણમાં ખોરાકના પોષક તત્વોનો નાશ નથી થતો, રોગો પણ દૂર રહે છે
માટીના વાસણો વેચનાર રામનરેશ શાહે જણાવ્યું હતું કે કોરોના પછી માટીના વાસણોની માંગ કોરોનાકાળ બાદ વધી છે. સમયની સાથે માટીકામમાં પણ ઘણી વેરાયટી આવી છે. ધાતુના વાસણોની ચોક્કસ ડિઝાઇન માટીના વાસણોમાં પણ છે. જેમાં રસોઇ માટે કપ, કઢાઈ, ગ્લાસ, જગ, કીટલી, તવા (કલેડુ) અને માટીના કુકર પણ આવ્યા છે. ધાતુઓમાંથી બનેલા વાસણોમાં રાંધવાના કારણે શરીરમાં અનેક પ્રકારના ચેપ વધી રહ્યા છે.
માટીના વાસણમાં ખોરાક રાંધવા અને ખાવાથી થતાં લાભ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.