રખડતાં ઢોરનો ત્રાસ:સુરાલી ગામમાં રખડતાં ઢોરનો ત્રાસ, અકસ્માતના બનાવો વધ્યા

કડોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલકોને સૂચના ત્રણ દિવસ બાદ પશુ પાંજરાપોળ મોકલી અપાશે

બારડોલી તાલુકાના સુરાલી ગામે રખડતા ઢોર ત્રાસ સમાન બની ગયા છે. રખડતાં ઢોરને કારણે અકસ્માતો થઈ રહ્યાં છે. જેમાં લોકો ગંભીર ઈજાગ્રસ્ત બની રહ્યાં છે. પશુપાલકો પોતાના ઢોર જાહેરમાં રખડતા મુકી દેતા ગામમાં ઠેરઠેર ગંદકી ફેલાવી રહ્યાં છે.

રખડતો ઢોરનો પ્રશ્ન કઠીન બની ગયો છે. રખડતાં ઢોરને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કરાણે અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યાં છે. સુરાલી ગામે પણ રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. જેના કારણે અકસ્માતના બનાવો બને છે. તેમજ જાહેરમાં મળમુત્રનો ત્યાગ કરતાં ગંદકી વકરી રહી છે. આ વિસ્તારમાં રહેતા પશુપાલકો ઢોર રખડતાં મુકી દેતા રખડતા રહે છે અથવા અડિંગો જમાવી બેસવાથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.

બજારમાં ઢોરનો ત્રાસ વધુ હોવાથી ખરીદી કરવા આવતી મહિલા અને બાળકોમાં ઢોરનો ભય જોવા મળે છે. ગત દિવસમાં એક સાંઢે મોપેડ ચાલક વૃદ્ધને અડફેટમાં લેતા ગંભીર ઈજાગ્રસ્ત થતા સુરત સારવાર હેઠળ ખસેડવાની ફરજ પડી હતી.

પશુપાલકોને 3 દિવસનો સમય આપ્યો છે
રખડતા ઢોરને કારણે અવાર નવાર અકસ્માત થાય છે . જે પરિસ્થિતિને કાબૂમાં લેવા પશુપાલકોને જાણ કરી છે કે ત્રણ દિવસમાં પશુને ઘરે લઈ જાય. ત્રણ દિવસ બાદ બિનવારસી રખડતા જોવા મળશે તો તેને પાંજરાપોળમાં મોકલી અપાશે . નરેશભાઈ મૈસુરિયા, ઉપસરપંચ, સુરાલી ગ્રામ પંચાયત