વિભાજન:2 દિવસ બાદ બારડોલીના 82 ગામો માટે અલાયદા ગ્રામ્ય પોલીસ મથકનો આરંભ

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી સરળતા માટે બારડોલી પોલીસ મથક 2 ભાગમાં વહેંચાયું
  • હવે સિટી પોલીસ મથકમાં બારડોલી નગર અને આસપાસના 7 ગામોનો જ સમાવેશ

ઘણા લાંબા સમયથી બારડોલી પોલીસ મથકમાંથી ગ્રામ્ય પોલીસ મથક અલગ શરૂ કરવાની કવાયતનો આખર અંત આવ્યો છે. આગામી 16મી જાન્યુઆરીથી બારડોલી પોલીસ મથકમાંથી વિભાજન થઈ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકનો પ્રારંભ તેન ગામની જી.આઈ.ડી.સી.માં આવેલા હળપતિ સેવા સંઘના મકાનમાં કાર્યરત થશે. 82 ગામોની કાયદો વ્યવસ્થાની જવાબદારી 1 પીએસઆઇ અને મજૂર થયેલ 57 મહેકમનો સ્ટાફ નિભાવશે. બારડોલી સીટીનું પોલીસ સ્ટેશનમાં નગર અને આજુબાજુના અડીને આવેલા 7 ગામોનો વિસ્તાર રહશે.

અગાઉ લોકદરબારોમાં નગર અને ગ્રામ્ય પોલીસ મથક બનાવવા ઘણી વખત પ્રશ્નો ઉઠ્યા હતા. આખર 2019માં નવા પોલીસ મથકોની જાહેરાતમાં બારડોલી ગ્રામ્ય પોલીસ મથકની જાહેરાત થઈ હતી. બે અલગ પોલીસ મથક બનાતા કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. તાલુકામાં બે અલગ પોલીસ મથક શરૂ થવાથી પોલીસ માટે પણ કામનું ભારણ હળવું થશે. બીજી તરફ ગ્રામ્ય અને નગરજનો માટે વધુ સુરક્ષિત બની શકશે. હાલ નવા ગ્રામ્ય પોલિસ મથક બનાવવાની મકાનમાં રીનોવેશનની કામગ્રીરી પુરજોશમાં ચાલી રહી છે. જોકે, પોલીસ અધિકારી તરીકે નિમણૂક થઈ ગઈ છે.

ગ્રામ્ય પોલીસ મથકનો વિસ્તાર
બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં 4 આઉટ પોસ્ટમાં મઢી ઓપીમાં 16 ગામો, કડોદ ઓપીમાં 18 ગામો, સરભોણ ઓપીમાં 18 ગામો અને મોતા ઓપીમાં 30 ગામો મળી કુલ 82 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સિટી પોલીસ મથકનો વિસ્તાર
બારડોલી નગર તથા અડીને આવેલ 4 કિમીની ત્રીજયામાં આવતા તેન, બાબેન, અસ્તાન, ધામદોડ લુમ્ભા, આફવા, ઇસરોલી, અને નાંડીદા મળી આસપાસના વિસ્તારના માત્ર 7 ગામોનો સમાવેશ કરવામાં આવશે.

ગ્રામ્ય પોલીસ મથક માટે ફાળવેલો સ્ટાફ

1419321કુલ 57નું મહેકમ
PSIએએસઆઈહેડ કોન્સ્ટેબલકોન્સ્ટેબલડ્રાઈવર
અન્ય સમાચારો પણ છે...