તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બારડોલીની 2 કોવિડ હોસ્પિટલોની અંદર ફાયરની સુવિધા અપૂરતી

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલીની કોવિડ સેન્ટરમાં સુરતની આર.સી.એમ. ટીમ અને ફાયરની ટીમ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી. - Divya Bhaskar
બારડોલીની કોવિડ સેન્ટરમાં સુરતની આર.સી.એમ. ટીમ અને ફાયરની ટીમ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી.
  • ગેલેક્સી અને ગ્રીન એપલને ફાયરની સુવિધા ઉભી કરવા સુચના

બારડોલી નગરની કોવિડ હોસ્પિટલોમાં ફાયરની સુવિધાની તપાસ માટે સોમવારે સુરત રિજનલ કમિશનર મ્યુન્સિપલ (RCM)માંથી ટીમ આવી હતી. જેમાં CHC, ગેલેક્સિ અને ગ્રીન એપલ 3 કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી હતી.

જેમાં બારડોલીની ગ્રીન એપલ કોવિડ હોસ્પિટલમાં બિલ્ડીંગમાં ફાયરની લાઈન ઉભી કરવામાં આવી હોય, જેનું નિદર્શન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને અધૂરી કામગીરી 5 દિવસમાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ ગાંધીરોડ પર આવેલી ગેલેક્સિ હોસ્પિટલમાં પણ કોવિડ સેન્ટર ચાલતું હોય, તપાસ કરતા ફાયરની સુવિધા બિલ્ડીંગમાં ન હોવાથી તાત્કાલિક ફાયરની સુવિધા કરવાની સૂચના આપવામાં આવી હતી. જ્યારે બારડોલી સત્યાગ્રહ અને સીએચસી હોસ્પિટલમાં ફાયરની સુવિધા કરવામાં આવી હોય, સિસ્ટમનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

નગરની અન્ય કોવિડ હોસ્પિટલોમાં પણ તપાસ કરાશે. છેલ્લા ઘણા સમયથી ફાયરસિસ્ટમ માટે નોટિસો આપવા છતાં ગંભીરતા લેવામાં આવી નથી. તાજેતરમાં કોવિડ સેન્ટરોમાં ફાયરની સુવિધાના અભાવે આગની ઘટનામાં દર્દીઓ ભથ્થું થવાની ઘટનાઓ વધતા, આખર તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...