ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર ગણાતા પલસાણા તાલુકામાં 400 થી વધુ કાપડ પ્રોસેસ યુનિટો આવેલા છે મિલ માંથી નીકળતા ધુમાડો તેમજ કેમિકલ યુક્ત પાણીને ટ્રીટમેન્ટ કરી છોડવા માટે પલસાણા એનવાયરોમેન્ટ પ્રોટેક્શન લિમિટેડ નામની સંસ્થા પણ કાર્યરત છે છતાં પલસાણાની કેટલીક મિલો પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે
મિલ સંચાલકોને જાણે કાયદાનો ડર ન હોઈ તેમ મિલનું કેમિકલ યુક્ત પાણી સીધું રોડ પર વહી રહ્યા હોવામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની સીમમાં વરેલી ગાર્ડનની પાછળના ભાગે પ્લોટ નંબર 2,3 પર આવેલ સનફ્લોવર પ્રોસેર્સ નામની મિલની મેઈન ડ્રેનેજ લાઇન માંથી મિલનું પ્રોસસ કર્યા વગરનું કેમિકલ અને કલર વાળું પાણી જાહેરમાં વહી જતા મિલની આસપાસ રીતસરના પાણીના ખાબોચિયા ભરાયા હતા મિલની આ ગંભીર બેદરકારીને કારણે વાંકાનેડા ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે,મિલનું પાણી નજીકના ખેતરમાં વહી જવાના કારણે ખેડુતોને પણ ભારે નુકશાન વેઠવાનો વારો આવે એમ છે.
મિલ માલિકો પૈસાના જોરે GPCB ના અધિકારીના મો બંધ કરતા હોવાની કારણે આવી મિલો સામે આજદિન સુધી કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી સ્થાનિક જવાબદારી તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યા હોવાનું જણાય આવ્યું છે મિલ માલિકોની લાપરવાહી સામે આવતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પણ માત્ર નમૂના લેવાના નાટક કરી રૂપિયા ખંખેરી સમગ્ર મામલો રફેદફે કરતી હોઈ છે.
થોડા મહિના અગાઉ જોળવાની એક મિલમાં ચીંધી સળગાવવા જેવો ગંભીર મામલો સામે આવ્યો હતો GPCB ના અધિકારીઓ બોઇલરમાં સળગાવવામાં આવતા કચરાના સેમ્પલ લઇ ગઈ હતી,સ્થાનિક ગામ જનોએ GPCB ના અધિકારીઓને પુરાવા આપ્યા છતાં GPCB સુધી પ્રાથમિક શિક્ષાત્મક પગલાં પણ નહીં લેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો,વાંકાનેડાની હદમાં આવેલ આ મિલમાં છેલ્લા કેટલાક સમયથી આ રીતે બેફામ પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે છતાં આજદિન સુધી તંત્ર દ્વારા પગલાં નહિ લેવાતા મિલ સંચાલકો પર રાજકીય નેતાનો હાથ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.