વ્યારા નગરના વિવિધ કન્સ્ટ્રક્શન સાઇડો ઉપરથી લોખંડના સળિયા ચોર ટોળકી દ્વારા થોડા દિવસો અગાઉ મોટા પાયે સળિયા ચોરી કર્યા હતા. જેમાં સંડોવાયેલા 7 આરોપીઓની અટક કરી હતી. તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા વ્યારામાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતું તાપી એલસીબીના પીઆઇ આર.એમ.વસૈયા અને એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલ હતા.
જે દરમ્યાન એએસઆઇ ચેતનભાઇ ગજાભાઇ અને પોકો રોનક સંયુકત ખાનગી બાતમી આધારે કેટલાક ઇસમો વ્યારા કાનપુરાના તોરણ વિલા સોસાયટીની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ચોરીના લોખંડના સળીયા ભરી સગેવગે કરવાની તૈયારી બાતમી હકિકત આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા એક સફેદ કલરની મહીન્ડા કંપનીની સુપ્રો મેક્સી (ટેમ્પો) નં. GJ-26-7-8726માં લોખંડના સળીયાની ભારીઓ ભરેલ હોય તેમજ ગાડીના બાજુમાં પણ લોખંડના સળીયાની ભારીઓ તથા છુટા લોખંડના સળીયાઓ પડેલ હોય અને સ્થળ પર સાત ઇસમો હાજર હોય તે તમામ ઇસમો તથા મહીન્દ્રા કંપનીની સુપ્રો મેક્સી (ટેમ્પો) નં. GJ- 26-1 8726 સ્થળ પર હાજર મળી આવ્યા હતા.
એલસીબીની ટીમે ટેમ્પો ભરી લઇ જવાની તૈયારી કરતા ઈસમો પૂછતાછ કરી આશરે 1900 કિગ્રા જે 1 કિગ્રા લોખંડના સળીયાના આશરે રૂ. 70 લેખે કુલ્લે કિ. 133000 તેમજ મોબાઇલ નંગ 5, આશરે કિ. 8000 મળી કુલ 391000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
વ્યારામાં વિવિધ સ્થળોએ ચોરી કરી હતી
વ્યારાની આજુબાજુમાં આવેલ ડ્રીમ હાઉસ પ્રોજેક્ટ, શાસ્ત્રીનગર, તથાસ્થ, પ્રમુખ સ્વામી પાર્ક વિગેરે કન્ટ્રક્શન સાઇડો પરથી આ ચોરો દ્વારા સળીયાનો જથ્થો ચોરી લાવી ઝાડીઝાંખરામાં સંતાડી રાખી સદર ચોરીના સળીયાનો જથ્થો કોઇ ગ્રાહક મળે તો તેને વેચવા અથવા તો અન્ય કોઇ અવાવરૂ જગ્યાએ સંતાડી રાખતા હતા.
બે રીઢા ગુનેગાર
વિવિધ કન્ટ્રક્શન સાઇડો પરથી સળીયાના જથ્થાની ચોરી પકડાયેલ આરોપીઓ પ્રજ્ઞેશભાઇ દિલીપભાઇ ગામીત કાકરાપાર માં 395 અને 427 મુજબ પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ છે. ધર્મેશ તિવારી વ્યારા પોલીસ મથકે બે પ્રોહી ગુનામાં ઝડપાઇ ચુક્યા છે.
સળિયા ચોરીમાં 7 આરોપીઓ ઝડપાયા
તાપી એલસીબીએ આ આરોપીઓ સચીન કોળી, વિપુલ ગામીત, પ્રજ્ઞેશ ગામીત, હિતેશ પંચાલ, પ્રિયમ ગામીત, રવિ ચૌધરી તથા ધર્મેશ તિવારીની અટક કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.