દુર્ઘટના:વડોલીમાં 3 મિત્રો નહેરમાં નાહવા ગયા, એકનું કિનારા પર જ મોત

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રેન હેમરેજ, પ્રેશર વધી જવાથી અથવા એટેકનું પ્રાથમિક અનુમાન

બારડોલી તાલુકાના વડોલી ગામે 3 મિત્રો નહેરમાં નાહવા ગયા હતા. બે મિત્રો ઝાડ નીચે સુઈ ગયા હતા. ઉઠીને જોતાં ત્રીજો મિત્રનું અડધું શરીર નહેરમાં અને અડધું કિનારા પર હતું. મોઢામાં અને નાકમાંથી લોહી નીકળતું હતું. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતા યુવકને તબીબે મૃત જાહેર કર્યો હતો. વડોલી સોસાયટી ફળિયામાં રહેતા વિજયભાઈ હળપતિ (28) સોમવારે બપોરે મિત્રો વિજયભાઈ અને શિવાભાઈ સાથે નહેરના પાણીમાં નાહવા ગયા હતા.

બન્ને વિજય નાહ્યા બાદ બે મિત્રો ઝાડ નીચે સુઈ ગયા હતા, જ્યારે વિજય હળપતિ એકલો જ પાણીમાં સ્નાન કરતો હતો. વિજય અને શિવા ઊંઘમાંથી જાગીને જોતા, વિજય હળપતિનું અડધુ શરીર પાણીમાં અને અડધું કિનારા પર હતું. બૂમ મારવા છતાં પ્રતિભાવ નહિ આવતા બન્ને મિત્રો નજીક જઇ જોતા યુવકનાં મોઢામાંથી અને નાકમાંથી લોહી નીકળતું હતું. જેથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

અચાનક યુવકનાં મોતથી અનેક અટકણો ઉઠી હતી. વિજયના મોત અંગે ઝેરી દવા કે ઝેરી જાનવરના ડંખના કારણે થયું ન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. યુવકનું મોત અંગેનું કારણમાં ડોકટરે બ્રેન હેમરેજ, પ્રેશર વધી જવાથી અથવા એટેકના કારણે થયું હોવાનું જણાવ્યું હતું. પીએમ રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણી શકાશે.રૂરલ પોલીસમાં અમોતનો ગુનો નોંધી જમાદાર અશ્વિનભાઈએ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...