મહુવા તાલુકાના વાછાવડ ગામે રહેતી 15 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. તેણીને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાય હતી. જ્યાં સારવાર મળે તે પહેલા દીકરીનું મૃત્યુ થતા મજુરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના વાછાવડ ગામે રહેતા અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારની માત્ર 15 વર્ષની ઉંમર ધરાવતી અને અભ્યાસ કરતી પુત્રીની ગત 19 ડિસેમ્બરના રોજ પોતાના ઘરમાં મૂકેલી ખેતરમાં ઘાસ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારજનોને જાણ થતાં તેને સારવાર માટે પહેલા મહુવા તાલુકાના ખરવણ ગામે આવેલા સરકારી દવાખાને લઈ જવાઈ હતી. જ્યાં તેની હાલત નાજુક જણાતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક તપાસ દરમિયાન ફરજ ઉપરના તબીબો દ્વારા તેને મૃત્યુ પામેલ હોવાનું જાહેર કરી હતી. શ્રમજીવી પરિવારની માત્ર 15 વર્ષીય દીકરીનું મોત થતા તેઓના માથે આભ તૂટી પડ્યું હતું. નવસારી પોલીસે જરૂર કાર્યવાહી સાથે ઝીરો નંબર ફરિયાદ નોંધી ગતરોજ વધુ તપાસના કાગળો મહુવા પોલીસ મથકે મોકલી આપતા મહુવા પોલીસ દ્વારા ફરિયાદ નોંધ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.