વાંસદા તાલુકામાં 96 ગામનો સમાવેશ થાય છે, રોજબરોજ અનેક લોકો સેવાસદનમાં સરકારી કામો અર્થે આવતા હોય છે. જેથી આવી ખદબદતી ગંદકીને કારણે પ્રજા ત્રસ્ત થઈ રહી હોય તેમજ સેવાસદનમાં પ્રજા માટે કોઈ પણ પ્રકારની સુખસુવિધા મળતી નથી પરંતુ સ્વચ્છતા બાબતે ભાન ભૂલેલા અધિકારીઓ પોતાની ચેમ્બરોમાં અનેક સુવિધા કરી ચેમ્બરો સ્વચ્છ રખાવતા હોય છે. જાણવા મળ્યા પ્રમાણે વાંસદા સેવા સદનમાં કોન્ટ્રાકટ સિસ્ટમ પર સફાઈ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે.
પરંતુ આ સફાઈ કર્મચારીઓ માત્રને માત્ર અધિકારીઓની ચેમ્બરોની સફાઈ કરી સંતોષ માની રહ્યાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સેવાસદનમાં પ્રવેશતા પહેલા દાદરની બાજુમાં બારી પર અનેક પાન-માવાની પિચકારીઓ તેમજ બારીની બહાર પ્લાસ્ટિકની અસંખ્ય બોટલો, પ્લાસ્ટિક કચરો તેમજ કાદવ કીચડ જેવી ગંદકી તેમજ ટોઇલેટની બારીઓ પણ પાનમાવાની પિચકારીથી રંગાયેલી છે તેમજ ટોઇલેટની બારીઓ પર દારૂની બોટલો પણ જોવા મળી દારૂબંધીની છૂટ હોય તેમજ હાલમાં ઇલેકશનના વાતાવરણ વચ્ચે સેવાસદનમાંથી બીજા માળે આધારકાર્ડ કાઢવાની જગ્યાએ ગેલરી પાસે પાલસ્ટિક કચરો તેમજ પાનમાવાની પિચકારીઓ જોવા મળી રહી હોય ત્યારે કોન્ટ્રાકટ સિસ્ટમ પર રાખવામાં આવેલા સફાઈ કર્મચારીઓ પોતાની ફરજ બખૂબી નિભાવી નથી રહ્યા એવું લાગી રહ્યું છે.
જોકે સફાઈ કર્મચારીઓ પોતાની ફરજ ચૂકતા હોય તો સેવાસદનમાં નોકરી કરતા અધિકારીઓએ સેવાસદનનું નિરીક્ષણ કરી સફાઈ બાબતે ચૂક કરતા કર્મચારીઓને સફાઈનું ભાન કેમ કરાવતા નથી. સરકારનું સફાઈ અભિયાન માત્ર આમજનતા માટે છે સરકારી કચેરીઓએ અધિકારીઓએ સ્વચ્છતા જાળવવાની જરૂર નથી.
પાનમાવાની પિચકારી અને કચરો જૂનો પરાણો છે
કોન્ટ્રાકટ આધારિત સફાઈ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. સેવાસદન માં રોજેરોજ સફાઈ કર્મચારીઓ સફાઈ કરતા હોય છે પરંતુ રોજબરોજ લોકો ખુબજ જ આવતા હોય છે. જેમાં અમે નિરીક્ષણ કરીએ છીએ. આ પાનમાવાની પિચકારી તેમજ કચરો જૂનો પરાણો છે. -એમ.વસાવા, મામલતદાર વાંસદા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.